Breaking News : શિખર ધવનના જીવનમાં સોફી શાઇન ‘લોક’ થઈ, જુઓ વીડિયો

ટીમ ઈન્ડિયાનો પૂર્વ બેટ્સમેન શિખર ધવને સોફી શાઈન સાથે રજિસ્ટર મેરેજ કર્યા છે. તેમણે ગુરુગ્રામમાં લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Breaking News : શિખર ધવનના જીવનમાં સોફી શાઇન લોક થઈ, જુઓ વીડિયો
| Updated on: May 08, 2026 | 9:58 AM

શિખર હાલમાં પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં છે.શિખર ધવન સિમ્પલ લુકમાં જોવા મળ્યો હતો.ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર શિખર ધવને ગુરુગ્રામમાં સોફી શાઈન સાથે કાનુની રુપથી લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. શિખર ધવન,સોફી શાઈન તેમજ કેટલાક પરિવારના સભ્યો રજિસ્ટર ઓફિસ પહોંચ્યા હતા. તેમજ અધિકારી સામે આ જોડીએ કાગળ પર સિગ્નેચર કરી હતી. તમને જણાવી દઈએ કે, બંન્ને વર્ષની શરુઆતમાં લગ્ન કર્યા હતા. હવે રજિસ્ટર મેરેજ કર્યા છે.

લગ્નનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું

શિખર ધવન તેમની પત્ની સોફી સાથે ગુરુવાર 7 મેના બપોરે લગભગ 3 વાગ્યે લગ્ન રજિસ્ટ્રાર ઑફિસ પહોંચ્યા. તેમની સાથે પરિવારના લગભગ સાત સભ્યો અને મિત્રો હતા. ડોક્યુમેન્ટની ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં લગભગ 35 મિનિટ લાગી અને તેમને લગ્નનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું,” રજિસ્ટ્રાર ઑફિસના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતુ.

 

 

2024માં જ્યારે આ દંપતી અનેક કાર્યક્રમોમાં સાથે જોવા મળ્યું ત્યારે તેમના સંબંધોના સમાચાર સૌપ્રથમ સામે આવ્યા હતા. મહિનાઓની અટકળો પછી તેમણે મે 2025માં તેમના સંબંધો જાહેર કર્યા. ફેબ્રુઆરીમાં લગ્ન કરતા પહેલા ધવને 12 જાન્યુઆરીએ સોફીને પ્રપોઝ કર્યું. આ દંપતીએ કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરીને સત્તાવાર રીતે તેમની સફરનો આગળનો તબક્કો શરૂ કર્યો છે.

 

 

 

 

કોણ છે સોફી શાઈન

ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ બાદ શિખર ધવનનું નામ વિદેશી ગર્લ સોફી શાઈન સાથે જોડાયું હતુ.તમને જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટર શિખર ધવને 21 ફેબ્રુઆરી 2026ના રોજ સોફી શાઈન સાથે લગ્ન કર્યા છે. સોફી એક ફાઈનસ પ્રોફેશનલ અને આયરલેન્ડની રહેવાસી છે. બંન્નેના ફોટો ચાહકો ખુબ પસંદ કરે છે.શિખર ધવન પહેલી પત્ની આયશા મુખર્જીથી 2023માં અલગ થયો છે. શિખર ધવન અને આયશાને એક દીકરો પણ છે. જેનું નામ જોરાવર છે.

Shikhar Dhawan Family Tree : 2008માં IPLમાં દિલ્હી ડેરડેવિલ્સમાં કર્યુ હતુ ડેબ્યુ, પુત્ર જોરાવર પિતાની જ કોપીપેસ્ટ, ગબ્બરના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us