રોહિતે 63 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તે ODI વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો હતો. આ મામલે રોહિતે મહાન કેપ્ટન કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો છે. કપિલ દેવે 1983ના વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે માત્ર 72 બોલમાં સદી ફટકારી હતી.
ROHIT SHARMA
Follow us on
Delhi : દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી ભારત સામેની મેચ આજે દરેક અફઘાની ક્રિકેટ ફેન્સને યાદ રહેશે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) બતાવેલા હિટમેન શોને ક્રિકેટ ફેન્સ વર્ષો સુધી યાદ રાખશે. 273 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલા રોહિત શર્માએ 84 બોલમાં 131 રન ફટકારીને અનેક રેકોર્ડ તોડયા હતા.
રોહિતે 63 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તે ODI વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો હતો. આ મામલે રોહિતે મહાન કેપ્ટન કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો છે. કપિલ દેવે 1983ના વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે માત્ર 72 બોલમાં સદી ફટકારી હતી. રોહિત શર્મા વર્લ્ડ કપમાં સૌથી વધારે સેન્ચુરી ફટકારનાર ખેલાડી બન્યો છે. આ સાથે જ તે સૌથી વધારે સિક્સર ફટકારનાર ખેલાડી બન્યો છે.