
રિંકુ સિંહ હાલમાં પોતાના સ્ટેટની ટી20 લીગમાં રમી રહ્યો છે. 19 ઓગ્સ્ટના રોજ તે લીગની સીઝનમાં પોતાની ત્રીજી મેચ રમવા ઉતર્યો હતો. આ મેચમાં તેમણે તબાહી મચાવી દીધી હતી. રિંકુ સિંહની વિસ્ફોટક ઈનિગ્સ ચાલું હતી અને મેચ અધવચ્ચે રોકી દેવામાં આવી હતી. મેચ રોકવામાં તો આવી પરંતુ ફરી શરુ કરવામાં આવી ન હતી અને રિંકુ સિંહને ટીમની વિજેતા જાહેર કરવામાં આવી હતી.
19 ઓગસ્ટના રોજ યુપી ટી20 લીગ 2026માં રિંકુ સિંહની ટીમ મેરઠ માવરિક્સની મેચ લખનૌ ફાલ્કસ સામે હતી. આ મેચમાં લખનૌ ફાલ્કંસે પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 6 વિકેટ પર 183 રન બનાવ્યા હતા. તેના જવાબમાં રિંકુ સિંહની મેરઠ માવરિક્સની સામે 184 રનનો ટાર્ગેટ હતો.લખનૌ ફાલ્કસની બોલિંગ લાઈન અપમાં ભુવનેશ્વર કુમાર જેવા અનુભવી બોલર હતા. જેના કારણે ટાર્ગેટ વધુ મુશ્કેલ લાગી રહ્યો હતો.
One after another, Rinku Singh keeps sending them into the stands!
Watch UPT20 Season 4 live on JioHotstar, StarSports 2 Hindi HD, StarSports 2 Hindi , StarSports.#UPT20 #KhiladiYahanBantaHai #IssBaarSeason4 pic.twitter.com/g7hyMvA0KC
— UP T20 League (@t20uttarpradesh) August 19, 2026
જ્યારે મેરઠ મેવેરિક્સનો રન ચેઝ શરૂ થયો, ત્યારે પરિસ્થિતિ પણ આવી જ થઈ. ટીમના ટોચના ત્રણ બેટ્સમેન સ્કોરબોર્ડમાં 25 રન ઉમેરાય તે પહેલાં જ આઉટ થઈ ગયા. જોકે, ચોથી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી થઈ. ટીમની ચોથી વિકેટ 74 રન પર પડી ગઈ. તે પછી, પાંચમો બેટ્સમેન થોડી જ વારમાં આઉટ થઈ ગયો. અડધી ટીમ ફક્ત 82 રન સાથે ડગઆઉટમાં પાછી ફરી, અને લક્ષ્ય હજુ દૂર હતો. આવી સ્થિતિમાં, છઠ્ઠા નંબર પર બેટિંગ કરી રહેલા રિંકુ સિંહે અલગ જ પ્રભાવ પાડ્યો.
છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવેલા રિંકુ સિંહે 6 સિક્સ ફટકારી હતી. હજુ 24 બોલમાં 55 રન બનાવી રિંકુ સિંહ રમી રહ્યો હતો. આ વચ્ચે મેચને રોકી દેવામાં આવી હતી. મેરઠ માવરિક્સનો સ્કોર ત્યારે 16.5 ઓવરમાં 6 વિકેટ પર 154 રન હતો.
આ મેચ રોકવાનું કારણ લખનૌમાં વરસાદ પડ્યો હતો. જ્યાં આ મેચ રમાઈ રહી હતી. વરસાદના કારણે મેચ એખ વખત બંધ થયા પછી ફરી શરુ થઈ ન હતી. પરિણામ એ આવ્યું કે, ડકવર્થ લુઈસના નિયમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ડકવર્થ લુઈસના નિયમ હેઠળ રિંકુ સિંહની ટીમ વિજેતા જાહેર થઈ હતી. જેમાં લખનૌ ફાલ્કન્સ વિરુદ્ધ મેચ 5 રનથી જીતી હતી.