Ahmedabad : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વર્લ્ડ કપ 2023નો શાનદાર પ્રારંભ થયો છે. ડેવોન કોનવે- રચિન રવિન્દ્રની સેન્ચુરીની મદદથી ન્યૂઝીલેન્ડ સામે 9 વિકેટથી જીત મેળવી છે. ન્યૂઝીલેન્ડ તરફથી ડેવોન કોન્વેએ (Devon Conway) 121 બોલમાં 152 રન અને રચિત રવીન્દ્રે 96 બોલમાં 123 રન બનાવ્યા હતા. બંનેએ મળીને ન્યૂઝીલેન્ડને 36.2 ઓવરમાં જ જીતાડી દીધુ હતુ. પ્રથમ સેન્ચુરી ફટકારનાર રચિત રવીન્દ્ર પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે.
ન્યૂઝીલેન્ડની ટીમે વર્લ્ડ કપની 13મી આવૃત્તિની ધમાકેદાર શરૂઆત કરી છે. તેઓએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને નવ વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે કીવી ટીમે વર્લ્ડ કપ 2019ની ફાઈનલમાં મળેલી હારનો બદલો લઈ લીધો છે. ત્યારબાદ ટાઈટલ મેચમાં મેચ અને સુપર ઓવર ટાઈ થયા બાદ ઈંગ્લેન્ડે બાઉન્ડ્રી કાઉન્ટના નિયમથી મેચ જીતી લીધી હતી.
Two quickfire hundreds from Rachin Ravindra and Devon Conway helped New Zealand to a comfortable win in the #CWC23 opener #ENGvNZ : https://t.co/ROYLnOtSh0 pic.twitter.com/d9iBySMrR5
— ICC (@ICC) October 5, 2023
HUNDRED FOR RACHIN RAVINDRA…!!!
He is just 23-year-old, playing his 9th innings in ODI, on his World Cup debut, he smashed hundred from just 82 balls against Defending Champions England. pic.twitter.com/9EmLOITvER
— Johns. (@CricCrazyJohns) October 5, 2023
બીજી ઓવરના પહેલા બોલ પર ન્યુઝીલેન્ડને પહેલો ફટકો લાગ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી સેમ કુરન બીજી ઓવર નાખવા આવ્યો હતો. તેણે તેના પહેલા જ બોલ પર વિલ યંગને આઉટ કર્યો. યંગ ખાતું પણ રમી શક્યો ન હતો અને વિકેટકીપર જોસ બટલરના હાથે કેચ થયો હતો.
Boundary count of England – 26
Boundary count of New Zealand – 38
New Zealand won the match & boundary count as well….!!! pic.twitter.com/SgZZWC0GSv
— Johns. (@CricCrazyJohns) October 5, 2023
Historic.
Rachin Ravindra becomes the Youngest New Zealand player to score a hundred in the ODI World Cup. pic.twitter.com/GOWDbszlXG
— Johns. (@CricCrazyJohns) October 5, 2023
ન્યુઝીલેન્ડ: ટોમ લાથમ (કેપ્ટન/વિકેટકીપર), ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરેલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, ટ્રેન્ટ બોલ્ટ.
ઈંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન/વિકેટકીપર), જોની બેરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, હેરી બ્રુક, લિયામ લિવિંગ્સ્ટન, મોઈન અલી, સેમ કુરાન, ક્રિસ વોક્સ, આદિલ રશીદ, માર્ક વુડ.
Published On - 8:39 pm, Thu, 5 October 23