Breaking News : ભારત સામેની ODI સિરીઝ માટે ન્યૂઝીલેન્ડે જાહેર કરી અલગ અલગ ટીમ, જાણો કોણે કરી વાપસી અને કોણ મુકાયા પડતા

ન્યૂઝીલેન્ડે ભારત સામેની આગામી નવેમ્બરથી શરુ થનારી વન ડે શ્રેણી માટે પોતાની ODI ટીમની જાહેરાત કરી છે. ટીમમાં કેટલાક ખેલાડી 3 મહિના બાદ તો કેટલાક 18 મહિના પછી પાછા ફર્યાં છે. ન્યૂઝીલેન્ડે, 1થી 3 તેમજ 4 અને 5મી મેચ માટે અલગ અલગ ટીમ જાહેર કરી છે.

Breaking News : ભારત સામેની ODI સિરીઝ માટે ન્યૂઝીલેન્ડે જાહેર કરી અલગ અલગ ટીમ, જાણો કોણે કરી વાપસી અને કોણ મુકાયા પડતા
| Updated on: Oct 11, 2026 | 10:44 AM

ન્યૂઝીલેન્ડે ભારત સામેની શ્રેણી માટે પોતાની ODI ટીમ નક્કી કરી લીધી છે. ટીમમાં કેટલાક ખેલાડીઓ લાંબા વિરામ બાદ વાપસી કરી રહ્યા છે, જ્યારે અન્ય ખેલાડીઓ ઈજાને કારણે બહાર થઈ ગયા છે. 4 નવેમ્બરથી શરૂ થનારી આ ODI શ્રેણીમાં 14 સભ્યોની ન્યૂઝીલેન્ડ ટીમનું નેતૃત્વ મિશેલ સેન્ટનર કરશે. આ પાંચ મેચની શ્રેણી છે; પ્રથમ ત્રણ ODI બાદ, અંતિમ બે મેચ માટે સાત નવા ખેલાડીઓ ‘કીવી’ ટીમમાં જોડાશે.

ત્રીજી ODI બાદ ન્યૂઝીલેન્ડની ટીમમાં ફેરફાર શા માટે થશે?

ટેસ્ટ શ્રેણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને પ્રથમ ત્રણ મેચ બાદ ન્યૂઝીલેન્ડની ODI ટીમમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ત્રીજી ODI પછી, ન્યૂઝીલેન્ડના આઠ ખેલાડીઓ ડેવોન કોનવે, મેટ હેનરી, કાયલ જેમિસન, ટોમ લેથમ, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર અને નાથન સ્મિથ ટેસ્ટ શ્રેણીની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. પરિણામે, અન્ય સાત ખેલાડીઓ ફિન એલન, ક્રિશ્ચિયન ક્લાર્ક, મેટ ફિશર, લોકી ફર્ગ્યુસન, મિચ હે, નિકલ કેલી અને ટિમ સીફર્ટ ચોથી અને પાંચમી ODI માટે ટીમમાં જોડાશે.

કોઈ 3 વર્ષ બાદ તો કોઈ 18 મહિના બાદ ટીમમાં પરત ફર્યા

ફિન એલન અને લોકી ફર્ગ્યુસન ત્રણ વર્ષના ગાળા બાદ ન્યૂઝીલેન્ડની ODI ટીમમાં પરત ફરવા માટે તૈયાર છે. આ બંને ખેલાડીઓએ છેલ્લે 2023માં ODIમાં ન્યૂઝીલેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બીજી તરફ, ટિમ સીફર્ટ 18 મહિના બાદ વાપસી કરશે. તેણે પાકિસ્તાન સામેની હોમ સિરીઝ દરમિયાન પોતાની છેલ્લી ODI રમી હતી. આ ઉપરાંત, ખભાની ઈજામાંથી સાજા થયા બાદ રચિન રવિન્દ્ર પ્રથમ ત્રણ ODI માટે ટીમમાં પરત ફરશે.

ન્યૂઝીલેન્ડની ટીમ (પ્રથમ 3 વન-ડે)

મિશેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકબ ડફી, મેટ હેનરી, કાયલ જેમિસન, ટોમ લેથમ, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, નાથન સ્મિથ, બ્લેર ટિકનર, વિલ યંગ

ન્યૂઝીલેન્ડની ટીમ (ચોથી અને પાંચમી વન-ડે)

મિશેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ફિન એલન, જેકબ ડફી, મેટ ફિશર, ક્રિસ્ટિયન ક્લાર્ક, લોકી ફર્ગ્યુસન, મિચ હે, નિક કેલી, ટિમ સીફર્ટ, બ્લેર ટિકનર, વિલ યંગ

Hardik Pandya Birthday: પિતાનો બિઝનેસ ડૂબ્યો, શાળા છોડવી પડી, પણ હાર ન માની ! જાણો મેગી ખાઈને દિવસો કાઢનાર હાર્દિક પંડ્યાની લાઈફસ્ટાઈલ અને નેટવર્થ

Follow Us
Loading...
Unable to load recommendations.