
Delhi Premier League 2026ની 30મી મેચમાં એક એવો અકસ્માત જોવા મળ્યો હતો કે, જેને જોઈ તમામના શ્વાસ થંભી ગયા હતા.ઈર્સ્ટ દિલ્લી રાઈડર્સ અને ન્યુ દિલ્લી ટાઈગર્સ વચ્ચે આ મેચ હતી. ન્યુ દિલ્લી ટાઈગર્સના બેટ્સમેન લક્ષ્ય થરેજાએ મેચમાં એક શોટને સામે રમ્યો હતો. જેને બોલ સીધો અમ્પાયરના મોંઢા પર જઈને વાગે છે. સારી વાત તો એ છે કે, અમ્પાયરના મોંઢામાંથી લોહી નીકળ્યું ન હતુ. કારણ કે, બોલ તેના ગાલ પર લાગ્યો હતો બાકી ગંભીર ઈજા થઈ શકતી હતી.
ડાબા હાથના સ્પિનર આશિષ મીણા દ્વારા ફેંકવામાં આવેલ બોલ અમ્પાયરને વાગ્યો. જમણા હાથના બેટ્સમેન લક્ષ્ય આગળ વધ્યા અને એક શક્તિશાળી શોટ રમ્યો. બોલ લક્ષ્યના હાથમાંથી નીકળીને અમ્પાયરના ચહેરા પર વાગ્યો. આ ઘટના જોઈને બેટ્સમેન સ્તબ્ધ થઈ ગયો અને તેણે પોતાનું માથું પકડી લીધું. અમ્પાયરે તરત મદદનો ઈશારો કર્યો હતો. ત્યારપછી મેચમાં અમ્પાયરને બદલવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે, મેચ દરમિયાન કેટલીક વખત અમ્પાયરને ઈજા થાય છે આ માટે કેટલાક અમ્પાયર હેલમેટ પહેરી અમ્પાયરિંગ કરે છે.