
IPLના ઈતિહાસમાં ઘણા મોટા વિવાદો થયા છે, પરંતુ વિશ્વની સૌથી મોટી લીગમાં એક એવી ઘટના બની જેણે માત્ર ભારતીય ક્રિકેટ ચાહકોને જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટને પણ ચોંકાવી દીધું. અમે વાત કરી રહ્યા છીએ હરભજન સિંહ અને શ્રીસંત વચ્ચે થયેલી થપ્પડની ઘટના વિશે.
2008માં IPLની પહેલી જ સિઝનમાં હરભજન સિંહે શ્રીસંતને થપ્પડ મારી હતી. મેચ પૂરી થયા પછી, મુંબઈ ટીમનો ભાગ રહેલા હરભજને અચાનક પંજાબ કિંગ્સના ખેલાડી શ્રીસંતને થપ્પડ મારી દીધી અને દુનિયા ચોંકી ગઈ. આ ઘટનાનો વીડિયો ક્યારેય કોઈએ જોયો ન હતો, પરંતુ IPLના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદીએ હવે તેને જાહેર કર્યો છે.
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે લલિત મોદી સાથે પોડકાસ્ટ કર્યો. લલિત મોદીએ બિયોન્ડ23 ક્રિકેટ પોડકાસ્ટમાં જણાવ્યું કે હરભજને શ્રીસંતને કેવી રીતે થપ્પડ મારી હતી. લલિત મોદીએ કહ્યું, “મેચ પૂરી થઈ ગઈ હતી, કેમેરા પણ બંધ હતા. જોકે, મારો સિક્યુરિટી કેમેરો ચાલુ હતો, આ દરમિયાન જે કંઈ થયું તેનો વીડિયો બની ગયો.”
18 years later, Bhajji – Sreesanth footage released pic.twitter.com/6jCsOGH3uR
— Out Of Context Cricket (@GemsOfCricket) August 29, 2025
બંને ટીમોના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવી રહ્યા હતા. આ દરમિયાન, હરભજન સિંહ એસ. શ્રીસંત પાસે આવ્યો અને તેને ઉલ્ટા હાથે થપ્પડ મારી. શ્રીસંત પહેલી થોડી સેકન્ડો સુધી કઈં સમજી શક્યો નહીં. બાદમાં હરભજન સિંહ ફરીથી તેની પાસે આવ્યો પરંતુ ઈરફાન પઠાણ અને મહેલા જયવર્ધને બંને વચ્ચે આવી ગયા. મેં છેલ્લા 17 વર્ષથી આ વીડિયો શેર કર્યો નથી.”
આ થપ્પડ મારવાની ઘટના પછી, હરભજન સિંહ પર આખી IPL સિઝન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેના પર 5 ODI મેચનો પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હરભજન સિંહને આજે પણ આ વાતનો અફસોસ છે.
હરભજન સિંહે ઘણી વાર પોતાની ભૂલ સ્વીકારી છે, પરંતુ શ્રીસંતની પુત્રી દ્વારા કહેવામાં આવેલી એક વાત હજુ પણ તેને પરેશાન કરે છે. શ્રીસંતની પુત્રીએ હરભજન સિંહને કહ્યું હતું કે, “હું તમારી સાથે વાત કરવા માંગતી નથી, તમે મારા પિતાને માર્યો છે.” હરભજને કહ્યું કે જ્યારે શ્રીસંતની પુત્રીએ આ કહ્યું, ત્યારે તે પણ રડવા લાગ્યો હતો.
આ પણ વાંચો: Breaking News : રાજીવ શુક્લા BCCIના કાર્યકારી પ્રમુખ બન્યા, રોજર બિન્નીની છુટ્ટી – સૂત્ર
Published On - 3:56 pm, Fri, 29 August 25