
IPL 2027ની શરુઆત જલ્દી કરવાનું કારણ બીસીસીઆઈએ હવામાનને ગણાવ્યું છે. બીસીસીઆઈના જણાવ્યા મુજબ આનાથી ખેલાડીઓને ભારે ગરમી અને તડકાથી રાહત મળશે. IPL 2027નું આયોજન 10 માર્ચ થી 15 મે વચ્ચે કરવામાં આવી શકે છે. બીસીસીઆઈએ જણાવ્યું કે, આઈપીએલ 2027માં મેચની સંખ્યા વધારવાનો કોઈ ઈરાદો નથી.
બીસીસીઆઈના સેક્રેટરી સૈકિયાએ PTIને જણાવ્યું કે, IPL 2027 જલ્દી શરુ કરવાને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. અમારો પ્રયત્ન તેના 10 માર્ચથી 15 મે વચ્ચે કરાવવાની છે. જેનાથી ખેલાડીઓને ગરમીમાંથી રાહત મળી શકે. તેમણે જણાવ્યું કે, 15 મે બાદ દેશના અનેક ભાગોમાં ગરમી પડવા લાગે છે.
STORY | BCCI eyes Mar 10-May 15 IPL window next season amid heat concerns: Devajit Saikia
In its bid to beat the extreme May heat in most parts of the country, the BCCI is contemplating an early start to the IPL, eyeing a March 10-May 15 window for future editions starting next… https://t.co/3oKYr3Vso5
— Press Trust of India (@PTI_News) June 18, 2026
IPL 2027ને લઈ ચર્ચાઓ હતી કે, મેચની સંખ્યા વધુ હોય શકે, પરંતુ દેવજીત સૈકિયાએ પીટીઆઈ સાથેની વાતચીતમાં એ સ્પષ્ટ કર્યું કે, બીસીસીઆઈનો આવો પ્લાન હાલમાં નથી. આવતી સીઝનમાં 74 મેચ રમાશે. પહેલા ચર્ચા હતી કે, આગામી સીઝનમાં 74 બદલે 94 મેચ રમાઈ શકે છે. પરંતુ દેવજીત સૈકિયાએ કહ્યું કે, હાલમાં આવું શક્ય નથી.આઈપીએલ 2026ની વાત કરીએ તો તેની શરુઆત 28 માર્ચથી શરુ થઈ હતી. ફાઈનલ મેચ 31 મેના રોજ રમાઈ હતી. આ દરમિયાન બીસીસીઆઈએ ગરમીનીઅસર સ્પષ્ટપણે જોઈ. તેને ધ્યાનમાં રાખીને, તે હવે આગામી સીઝન વહેલી શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે.
IPL સામાન્ય રીતે માર્ચના છેલ્લા અઠવાડિયામાં શરૂ થાય છે અને મે મહિનાના અંત સુધી ચાલે છે. સૈકિયાએ કહ્યું કે IPL વહેલા શરૂ કરવાથી માત્ર ખેલાડીઓ જ નહીં પરંતુ દર્શકોને પણ ફાયદો થશે. તમને જણાવી દઈએ કે,આઈપીએલ 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ચેમ્પિયન બની હતી.