
લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2026 માટે નોમિનેશનની જાહેર કરવામાં આવી છે. કુલ આઠ કેટેગરીમાં નોમિનેશન જાહેર કરવામાં આવ્યા છે. 2025 માં ODI વર્લ્ડ કપ જીતનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો પણ આ નોમિનેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમને લોરિયસ ટીમ ઓફ ધ યર કેટેગરીમાં નોમિનેશનની કરવામાં આવી છે. આ કેટેગરીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સિવાય વિશ્વભરની પાંચ અન્ય ટોચની ટીમો પણ છે જેમણે વિવિધ રમતોમાં પોતાની છાપ છોડી છે. એટલે કે, કુલ છ ટીમોને લોરિયસ ટીમ ઓફ ધ યર માટે નોમિનેટ કરવામાં આવી છે.
વિશ્વ ચેમ્પિયન ભારતીય મહિલા ક્રિકેટ ટીમ લોરિયસ ટીમ ઓફ ધ યર એવોર્ડ માટે જે પાંચ ટીમો સાથે સ્પર્ધા કરશે તેમાં ઇંગ્લેન્ડની મહિલા ફૂટબોલ ટીમ, યુરોપિયન રાયડર કપ ટીમ (ગોલ્ફ), મેકલેરેન ફોર્મ્યુલા 1 ટીમ (યુકે), બાસ્કેટબોલની ઓક્લાહોમા સિટી થંડર (યુએસએ) અને ફૂટબોલ ક્લબ પેરિસ સેન્ટ-જર્મન (ફ્રાન્સ)નો સમાવેશ થાય છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમને 2025 ODI વર્લ્ડ કપમાં તેના ઉત્તમ પ્રદર્શન માટે નોમિનેટ કરવામાં આવી છે.
News
Indian Women’s Cricket Team shortlisted for prestigious Laureus World Team of the Year Award.
Details ▶️ https://t.co/agrFcC65g8 #TeamIndia | @LaureusSport pic.twitter.com/R3jAXIm84J
— BCCI (@BCCI) March 3, 2026
લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ ટીમ ઓફ ધ યર સહિત કુલ આઠ કેટેગરીમાં આપવામાં આવે છે. મેડ્રિડમાં એક સમારોહમાં આ માટેના નોમિનેશનની જાહેરાત કરવામાં આવી હતી. ટીમ ઓફ ધ યર સહિત આઠ કેટેગરીમાં વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર, વર્લ્ડ સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર, વર્લ્ડ બ્રેકથ્રુ ઓફ ધ યર, વર્લ્ડ કમબેક ઓફ ધ યર, વર્લ્ડ ડિસેબલ્ડ સ્પોર્ટ્સપર્સન ઓફ ધ યર, વર્લ્ડ એક્શન સ્પોર્ટ્સપર્સન ઓફ ધ યર અને સ્પોર્ટ ફોર ગુડ એવોર્ડનો સમાવેશ થાય છે.
લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર એવોર્ડ માટે નોમિનેશનમાં ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કારાઝ અને મોન્ડો ડુપ્લાન્ટિસનો સમાવેશ થાય છે. લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર એવોર્ડ માટે નોમિનેશનમાં આર્યના સબાલેન્કા, ઇવાના બોનમાટી અને વર્લ્ડ ફેમસ સ્વીમર કેટી લેડેકીનો સમાવેશ થાય છે. આ બધાને 2025 માં તેમના પ્રદર્શન માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2026 ના વિજેતાઓની જાહેરાત 20 એપ્રિલે મેડ્રિડના સિબેલ્સ પેલેસ ખાતે કરવામાં આવશે.