Breaking News : IND vs NZ ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટ માટે પિચ કેવી છે? ન્યુઝીલેન્ડના કેપ્ટન ટોમ લેથમે ટોસને મોટું ફેક્ટર ગણાવ્યું

IND vs NZ: બીજી ટેસ્ટ મેચ ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે રમાનારી છે. ભારત-ન્યુઝીલેન્ડ મેચ માટે પિચ કેવી હશે? ટોસ શા માટે મુખ્ય ભુમિકા છે? ચાલો જાણીએ.

Breaking News : IND vs NZ ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટ માટે પિચ કેવી છે? ન્યુઝીલેન્ડના કેપ્ટન ટોમ લેથમે ટોસને મોટું ફેક્ટર ગણાવ્યું
Image Credit source: PTI
| Updated on: Nov 26, 2026 | 8:29 AM

ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ) વચ્ચે ટેસ્ટ સીરિઝની બીજી અને છેલ્લી મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. 27 નવેમ્બરથી શરુ થનારી બીજી ટેસ્ટ મેચમાં બંને ટીમ માટે જીત જરુરી છે. કારણ કે, સીરિઝની ટ્રોફી શેર ન કરવી પડે અને કબજો જમાવી શકે. ટેસ્ટ સીરિઝ જીતવાના ઈરાદાથી બંને ટીમ મેદાનમાં ઉતરશે. ન્યુઝીલેન્ડના કેપ્ટન ટોમ લૈથમ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતુ કે, મેચમાં ટોસની ભુમિકા કેટલી મહ્તવની હશે.

ટોસ મહત્વની ભૂમિકા ભજવશે

ન્યુઝીલેન્ડના ઓપનર અને કેપ્ટન ટોમ લૈથમના જણાવ્યા મુજબ ટોસ મહત્વની ભૂમિકા નિભાવશે. તેમણે કહ્યું કે, ક્રાઈસ્ટચર્ચના હૈગલે પાર્કમાં ક્યારેક ક્યારેક ટોસ મહત્વનો બની જાય છે. લૈથનો ઈરાદો ટોસ જીતવાનો છે.જે કેપ્ટનને પહેલા શું કરવું તે નક્કી કરવાનો અધિકાર આપે છે, બેટિંગ કરવી કે બોલિંગ કરવી.

હેગલી ઓવલ ખાતે ટોસનો ઇતિહાસ

આમ તો ક્રાઈસ્ટચર્ચના હૈગલે ઓવલ પર ટોસનો ઈતિહાસ કેવી રહ્યો ? આ મેદાન પર ડિસેમ્બર 2014થી ડિસેમ્બર 2025 વચ્ચે કુલ 15 ટેસ્ટ રમાઈ છે. જેમાં 14 વખત ટોસ જીતનારી ટીમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મતલબ માત્ર એક વખત એવું થયું જ્યારે ટોસ જીતનારી ટીમે પહેલા બેટિંગ કરી છે.

ટોસ પછી 15 ટેસ્ટમાં જીત અને હારની વાત કરીએ તો હૈગલ પાર્કમાં પહેલા બેટિંગ કરનારી ટીમે 4 વખત જીત મેળવી છે. જ્યારે પહેલા બોલિંગ કરનારી ટીમે 9 મેચ પોતાને નામ કરી છે. 15માંથી 2 ટેસ્ટ ડ્રો રહી છે.

ટોસ જીત્યા પછી પહેલા બોલિંગ કેમ કરવી?

હવે પ્રશ્ન એ છે કે, ટોસ જીતનારી ટીમ ક્રાઇસ્ટચર્ચના હેગલે ઓવલ ખાતે પહેલા બોલિંગ કેમ કરે છે? આ પાછળનું કારણ હેગલી ઓવલ ખાતેની પિચની પ્રકૃતિ છે. તેના પર લીલું ઘાસ ફાસ્ટ બોલરો માટે મદદરૂપ થાય છે.

પીચ પર ઘાસ – મોર્ને મોર્કેલ

ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ, મોર્ને મોર્કેલે પણ હેગલી ઓવલ પિચનું નિરીક્ષણ કર્યા પછી તેનું વર્ણન કર્યું. તેમણે કહ્યું કે પિચ એકદમ લીલી દેખાય છે અને તેના પર ઘાસનું સ્તર પણ થોડું લાંબુ છે. પિચ ક્યુરેટરે કહ્યું બેટ અને બોલ વચ્ચે બરાબરીની ટકકર જોવા મળી શકે છે.

Breaking News : શું વૈભવ સૂર્યવંશી આ બે રેકોર્ડ તોડી શકશે? સૌથી ઝડપી સદી અને બેવડી સદી પછી, હવે આ તેનું લક્ષ્ય અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.