World Cup 2023 Breaking News : કોહલી-રાહુલ સેન્ચુરી ચૂક્યા, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટથી ભારતની જીત

|

Oct 08, 2023 | 9:56 PM

India vs Australia World Cup 2023: આજે ભારતે વનડે વર્લ્ડ કપ 2023માં પોતાના અભિયાનની શરુઆત કરી હતી. પ્રથમ ઈનિંગમાં ભારતીય બોલર્સે કહેર મચાવ્યા બાદ, બીજી ઈનિંગમાં વિરાટ કોહલી અને રાહુલે ઓસ્ટ્રેલિયાના બોલરોને હેરાન કર્યા હતા. બંને એ 100થી વધારે રનની પાર્ટનરશીપ કરીને ભારત પહેલી જીત અપાવી હતી.

World Cup 2023 Breaking News : કોહલી-રાહુલ સેન્ચુરી ચૂક્યા, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટથી ભારતની જીત
World Cup 2023

Follow us on

Chennai :   12 વર્ષ બાદ ભારતની ધરતી પર યોજાઈ રહેલા વનડે વર્લ્ડ કપને લઈને દુનિયાભરના ક્રિકેટ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે 8 ઓક્ટોબરના રોજ ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામે જીત સામે પોતાના વર્લ્ડ કપ (World Cup 2023) અભિયાનની શરુઆત કરી છે. પ્રથમ ઈનિંગમાં ભારતીય બોલર્સે કહેર મચાવ્યા બાદ, બીજી ઈનિંગમાં વિરાટ કોહલી અને રાહુલે ઓસ્ટ્રેલિયાના બોલરોને હેરાન કર્યા હતા.

ઓસ્ટ્રેલિયાની ટીમ 199 રન પર ઓલઆઉટ થતા ભારતીય ટીમને 200 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બીજી ઈનિંગમાં ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમે બેક ટૂ બેક 3 ઝટકા લાગ્યા હતા. ત્યાર બાદ વિરાટ કોહલીના 85 રન અને રાહુલે 97 રન બનાવ્યા હતા. તેઓ સેન્ચુરી ચૂક્યા પણ ભારતને શાનદાર 6 વિકેટથી જીત અપાવતા ગયા.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ઈશાન કિશન, શ્રેયસ અય્યર અને કેપ્ટન રોહિત શર્મા 0 રન પર આઉટ થયા હતા. ત્યાર બાદ વિરાટ કોહલી અને કે એલ રાહુલે ઈનિંગ સંભાળીને ભારતી ટીમને જીત અપાવી હતી. વિરાટ કોહલી 85 રન બનાવી કેચ આઉટ થયો હતો.

ભારત- ઓસ્ટ્રેલિયાની મેચની રોમાંચક ક્ષણો

 

 

 

 

 

ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વિકેટના પતન પર સૌથી ઓછો સ્કોર

  • 2/3 – IRE, બ્રિજટાઉન, 2007
  • 2/3 – IND, ચેન્નાઈ, 2023*
  • 3/3 – કેન્યા, ડરબન, 2003

ત્રીજી વિકેટના પતન પર ભારત માટે સૌથી ઓછો સ્કોર

  • 2/3 vs AUS, ચેન્નાઈ, 2023*
  • 4/3 vs ZIM, એડિલેડ, 2004
  • 4/3 vs AUS, સિડની, 2019

ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ

  • 71 – ગ્લેન મેકગ્રા
  • 68 – મુથૈયા મુરલીધરન
  • 56 – લસિથ મલિંગા
  • 55 – વસીમ અકરમ
  • 50 – મિશેલ સ્ટાર્ક*
  • 49 – ચામિંડા વાસ

વર્લ્ડ કપમાં સૌથી ઓછા બોલમાં 50 વિકેટ લીધી

  • 941 – મિશેલ સ્ટાર્ક*
  • 1187 – લસિથ મલિંગા
  • 1540 – ગ્લેન મેકગ્રા
  • 1562 – એમ મુરલીધરન
  • 1748 – વસીમ અકરમ

વનડેમાં ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની સૌથી વધુ વિકેટ

  • 45 – કપિલ દેવ
  • 38 – મોહમ્મદ શમી
  • 37 – રવિન્દ્ર જાડેજા*
  • 36 – અજિત અગરકર
  • 33 – જવાગલ શ્રીનાથ
  • 32 – હરભજન સિંહ

ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગમાં શું થયુ ?

  • ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
  • બુમરાહે મિચેલ માર્શને તેની બીજી ઓવરમાં આઉટ કર્યો હતો.
  • સ્મિથ અને વોર્નરે 69 રનની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાના દાવને સંભાળ્યો હતો, પરંતુ કુલદીપે વોર્નરને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી.
  • જાડેજાએ સ્મિથને 46 અને લેબુશેને 27 રન પર આઉટ કર્યા હતા.
  • ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ 119 રન પર પેવેલિયન પરત ફરી હતી.
  • કુલદીપે મેક્સવેલને 15 રનના અંગત સ્કોર પર બોલ્ડ કર્યો હતો.
  • થોડી જ વારમાં ગ્રીન પણ આઠ રનના સ્કોર પર અશ્વિનનો શિકાર બન્યો હતો. કમિન્સ 15 રન અને ઝમ્પા છ રન બનાવીને આઉટ થયા હતા.
  • મિચેલ સ્ટાર્કે 28 રન બનાવી પોતાની ટીમને લડાયક સ્કોર સુધી પહોંચાડી હતી.
  • ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી.
  • કુલદીપ યાદવ અને જસપ્રિત બુમરાહને બે-બે વિકેટ મળી હતી.
  • સિરાજ, હાર્દિક અને અશ્વિને એક-એક વિકેટ લીધી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:51 pm, Sun, 8 October 23

Next Article