Breaking News: લોર્ડ્સમાં ભારતની ઐતિહાસિક જીત, 12 વર્ષ પછી ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ જીતી રચ્યો ઈતિહાસ

લોર્ડ્સમાં રમયેલી પ્રથમ મહિલા ટેસ્ટ મેચમાં ભારતની ઐતિહાસિક જીત થઈ હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે લોર્ડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ચોથા દિવસે આસાનીથી હરાવ્યું હતું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર ટેસ્ટ મેચ જીતનાર પ્રથમ મહિલા ટીમ બની હતી.

Breaking News: લોર્ડ્સમાં ભારતની ઐતિહાસિક જીત, 12 વર્ષ પછી ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ જીતી રચ્યો ઈતિહાસ
Indian Womens Cricket Team
Image Credit source: X/BCCI
| Updated on: Jul 13, 2026 | 5:37 PM

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ઈતિહાસ રચ્યો હતો. ક્રિકેટના મક્કા તરીકે ઓળખાતા આ મેદાન પર રમાયેલી પ્રથમ મહિલા ટેસ્ટ મેચમાં ભારતે યજમાન ઈંગ્લેન્ડને 270 રનથી હરાવીને એક યાદગાર અને ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. આ મેચમાં, ભારતીય ટીમે રમતના દરેક વિભાગમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. આ સાથે, ભારતીય ટીમ 12 વર્ષ પછી ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહી હતી.

પહેલી ઈનિંગમાં સ્મૃતિ મંધાનાનો ક્લાસ

ટીમ ઈન્ડિયાએ શરૂઆતથી જ આ મેચ પર પ્રભુત્વ જમાવ્યું. ભારતે પોતાની પહેલી ઈનિંગમાં 285 રન બનાવ્યા, જેમાં સ્મૃતિ મંધાનાના શાનદાર 83 રનનો સમાવેશ થાય છે. ત્યારબાદ કેપ્ટન હરમનપ્રીત કૌરે 58 રન બનાવ્યા, અને દીપ્તિ શર્માએ 57 રનનું યોગદાન આપ્યું. જવાબમાં, ઈંગ્લેન્ડનો પહેલો દાવ ફક્ત 170 રનમાં સમેટાઈ ગયો, જેમાં ક્રાંતિ ગૌરનું સૌથી મોટું યોગદાન હતું. તેણીએ 37 રન આપીને 5 વિકેટ લીધી. સયાલી સતઘરે અને સ્નેહ રાણાએ 2-2 વિકેટ લીધી.

યાસ્તિકા ભાટિયાની ઐતિહાસિક સદી

પ્રથમ ઈનિંગમાં 115 રનની લીડ મેળવ્યા બાદ, ભારતીય ટીમે બીજી ઈનિંગમાં રનનો પહાડ બનાવી દીધો. યાસ્તિકા ભાટિયાએ યાદગાર સદી ફટકારી હતી. તેણીએ 158 બોલમાં 113 રનની ઈનિંગ રમે એહતી. સ્મૃતિ મંધાનાએ પણ 70 રન ફટકાર્યા. ત્યારબાદ રિચા ઘોષે 52 બોલમાં 50 રન ફટકાર્યા. પરિણામે, ભારતે પોતાની બીજી ઈનિંગ 341/7 પર ડિકલેર કરી, જેનાથી ઈંગ્લેન્ડને જીતવા માટે 457 રનનો વિશાળ લક્ષ્યાંક મળ્યો.

 

ભારતીય બોલરોનું વર્ચસ્વ

457 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત ફરી એકવાર ખરાબ રહી. ભારતીય ફાસ્ટ બોલર ક્રાંતિ ગૌરે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. પ્રથમ ઈનિંગમાં પાંચ વિકેટ લેનારી ક્રાંતિએ બીજી ઈનિંગમાં ઇંગ્લેન્ડની દિગ્ગજ ઓપનર ટેમી બ્યુમોન્ટને તેના પહેલા જ બોલ પર 0 રને બોલ્ડ કરી દીધી. આ પછી, ઈંગ્લેન્ડ મેચમાં વાપસી કરી શકી નહીં.

લોર્ડ્સમાં ભારતની ઐતિહાસિક જીત

એમી જોન્સે ભલે 54 રન બનાવ્યા હોય, પરંતુ તે મેચ બચાવવા માટે પૂરતા ન હતા. સોફી એક્લેસ્ટોને પણ અંતમાં 50 રન બનાવ્યા. જોકે, ઈંગ્લેન્ડ 186 રનમાં ઓલઆઉટ થઈ ગયું. આ ઈનિંગમાં સ્નેહ રાણાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી. સયાલી સતઘરે, ક્રાંતિ ગૌર અને દીપ્તિ શર્માએ બે-બે વિકેટ લીધી.

Breaking News: IND vs ENG ODI શ્રેણી પહેલા બર્મિંગહામમાં ફરવા નીકળ્યા ભારતીય ખેલાડીઓ, રોહિત સાથે સેલ્ફી લેવા પડાપડી

Published On - 5:31 pm, Mon, 13 July 26

Follow Us