Pallekele : 2 સપ્ટેમ્બરે શ્રીલંકાની ધરતી પર ભારત-પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વચ્ચે જોરદાર ટક્કર થશે. ભારત-પાકિસ્તાનની હાઈવોલ્ટેજ મેચને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ છે. ત્યારે આ ધમાકેદાર મેચ પહેલા એક મોટી અપડેટ સામે આવી છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમે (Pakistan cricket team) આવતીકાલની મેચ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે.
એશિયા કપમાં ભારત સામેની મેચના એક દિવસ પહેલા પાકિસ્તાને તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. પાકિસ્તાની સુકાની બાબર આઝમે નેપાળ સામે ભારત સામે જે પ્લેઈંગ ઈલેવન જાળવી રાખી છે તે જ પ્લેઈંગ ઈલેવનને જાળવી રાખી છે.
આ પણ વાંચો : Asia Cup 2023માં સચિન-પોન્ટિંગના રેકોર્ડ જોખમમાં, હિટમેન ધ્વસ્ત કરશે આ 5 રેકોર્ડ
Pakistan to field same playing XI tomorrow #PAKvIND | #AsiaCup2023 pic.twitter.com/qe18Ad6pF4
— Pakistan Cricket (@TheRealPCB) September 1, 2023
એશિયા કપ 2023માં શ્રીલંકા અને બાંગ્લાદેશની મેચ દરમિયાન વરસાદને કારણે મેચ અટકી હતી. 2 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન પણ વરસાદનું વિઘ્ન જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં DLS નિયમ એટલે ડકવર્થ-લુઈસ નિયમ મહત્વનો સાબિત થશે. તેના આધારે મેચનું પરિણામ નક્કી થઈ શકે છે. જોકે, ભારત-પાકિસ્તાનની ટક્કર જોવા આતુર ફેન્સ વરસાદ ના પડે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
આ પણ વાંચો : Asia Cup 2023માં ભારત-પાકિસ્તાનની મેચમાં DLS નિયમ ભજવશે મહત્વની ભૂમિકા, જાણો શું છે તેનું ગણિત
સ્ટાર સ્પોર્ટસ નેટવર્કની Star Sports 1, Star Sports 1 HD, Star Sports 1 Hindi, Star Sports 1 Hindi HD, Star Sports 1 Tamil SD + HD, Star Sports 1 Telugu SD+HD, Star Sports 1 Kannada ચેનલ પર તમે ભારત-પાકિસ્તાનની મેચ જોઈ શકો છો. ક્રિકેટ ફેન્સ Disney Hotstar+ની એપ અને વેબસાઈટથી ભારત-પાકિસ્તાનની મેચ ફ્રીમાં જોઈ શકો છો.
આ પણ વાંચો : BCCIને મીડિયાના અધિકારોથી ‘બમ્પર’ કમાણી, વાયાકોમે ભારતીય ક્રિકેટનું ગણિત બદલ્યું
Published On - 8:05 pm, Fri, 1 September 23