IND vs NZ: ન્યુઝીલેન્ડ સામે પહેલી ODIમાં કેવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11?

T20 શ્રેણી જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ODI શ્રેણી જીતવા માટે તૈયાર છે. વિરાટ-રોહિત-ગિલ સહિતના સ્ટાર ખેલાડીઓથી સજ્જ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડમાં વનડે શ્રેણીમાં વિજય મેળવવા મેદાનમાં ઉતરશે. ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણી 4 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. ઓકલેન્ડમાં રમાનારી પહેલી ODIમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 કેવી હશે? ચાલો જાણીએ.

IND vs NZ: ન્યુઝીલેન્ડ સામે પહેલી ODIમાં કેવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11?
team india
Image Credit source: X
| Updated on: Nov 03, 2026 | 8:46 PM

ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામે T20 શ્રેણી જીતી હતી, પરંતુ ODI શ્રેણી જીતવી એટલી સરળ નહીં હોય. ન્યુઝીલેન્ડમાં છેલ્લી બે ODI શ્રેણીમાં ટીમ ઈન્ડિયા હારીગઈ હતી, અને ખાસ વાત એ છે કે ભારતીય ટીમ એક પણ મેચ જીતી શકી નહોતી. 2022માં ટીમ ઈન્ડિયા 0-1થી હારી ગઈ અને 2020માં 0-3થી કારમી હારનો સામનો કરવો પડ્યો. પ્રશ્ન એ છે કે આ વખતે શું થશે?

ઓકલેન્ડમાં પહેલી ODI

જો આપણે આ વખતે ન્યુઝીલેન્ડમાં ODI શ્રેણી જીતવા માંગીએ છીએ, તો આપણે ઓકલેન્ડ ODIમાં જીતથી શરૂઆત કરવી પડશે. આ જીત હાંસલ કરવા માટે, ટીમ ઈન્ડિયા કયા 11 ખેલાડીઓને રમવા માટે પસંદ કરશે તે પણ એક મોટો પ્રશ્ન છે. ચાલો જાણીએ કે ટીમ ઈન્ડિયા કયા 11 ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં ઉતારી શકે છે.

ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર નક્કી

ભારતના ટોચના ચાર ખેલાડીઓ સંપૂર્ણપણે ફિક્સ છે. રોહિત શર્મા અને શુભમન ગિલ ઇનિંગની શરૂઆત કરશે. વિરાટ કોહલી ત્રીજા નંબર પર બેટિંગ કરશે. શ્રેયસ અય્યર ચોથા નંબર પર બેટિંગ કરશે. કેએલ રાહુલ અને અક્ષર પટેલનું પણ રમવું નિશ્ચિત છે. પ્રશ્ન એ છે કે ટીમ ઇન્ડિયા કુલદીપ યાદવને મેદાનમાં ઉતારશે કે નમન ધીરને અહીં પણ તક આપવામાં આવશે.

બોલિંગમાં કોને મળશે તક?

કુલદીપ યાદવને T20 શ્રેણીમાં બેન્ચ પર જ બેસાડી રાખવામાં આવ્યો હતો, અને વનડે શ્રેણીની પહેલી મેચમાં તેનું રમવું અશક્ય લાગે છે. ટીમ ઇન્ડિયા પહેલી મેચમાં નીતિશ કુમાર રેડ્ડીને પણ તક આપી શકે છે, કારણ કે તેને ફક્ત એક જ મેચ માટે વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઝડપી બોલર મોહમ્મદ સિરાજ, ગુરનુર બ્રાર અને અર્શદીપ સિંહને પણ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકાય છે.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, અક્ષર પટેલ, નમન ધીર, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, ગુરનુર બ્રાર, અર્શદીપ સિંહ.

ન્યુઝીલેન્ડ માટે ખરાબ સમાચાર

ન્યૂઝીલેન્ડ માટે ખરાબ સમાચાર એ છે કે માર્ક ચેપમેન અને રચિન રવિન્દ્ર ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. ડેવોન કોનવે પણ પ્રથમ ODIમાંથી બહાર થઈ ગયો છે. ફિલ્ડિંગ દરમિયાન મેટ હેનરી સાથે અથડાયા બાદ કોનવેને ઈજા થઈ હતી. જોકે, ટિમ સીફર્ટ પ્લેઈંગ ઈલેવનમાં હોઈ શકે છે.

ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ટિમ સીફર્ટ, વિલ યંગ, ડેરિલ મિશેલ, ટોમ લેથમ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, નાથન સ્મિથ, કાયલ જેમીસન, જેકબ ડફી, મેટ હેનરી.

IND vs NZ: વનડે શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને મળ્યા સારા સમાચાર, ઈજાગ્રસ્ત સ્ટાર ખેલાડીએ ફિટનેસ ટેસ્ટ કર્યો પાસ, હવે આ મેચમાં રમશે

Follow Us
Loading...
Unable to load recommendations.