ભારત સામેની T20 શ્રેણી માટે આયર્લેન્ડની ટીમ જાહેર, નવા કેપ્ટનની પસંદગી, ઈજાને કારણે 6 ખેલાડીઓ બહાર

આયર્લેન્ડે ભારત સામેની બે મેચની T20I શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. લોર્કન ટકરને T20I કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે, જ્યારે છ ખેલાડીઓની ઈજાને કારણે પસંદગી થઈ નથી. એક ભારતીય મૂળના ખેલાડીની પણ આયર્લેન્ડ ટીમમાં પસંદગી થઈ છે.

ભારત સામેની T20 શ્રેણી માટે આયર્લેન્ડની ટીમ જાહેર, નવા કેપ્ટનની પસંદગી, ઈજાને કારણે 6 ખેલાડીઓ બહાર
ireland
Image Credit source: X/ICC
| Updated on: Jun 22, 2026 | 9:39 PM

ભારત સામેની બે મેચની T20I શ્રેણી માટે આયર્લેન્ડે પોતાની ટીમની જાહેરાત કરી છે. આયર્લેન્ડે 26 જૂનથી શરૂ થનારી શ્રેણી માટે નવા T20I કેપ્ટનની નિમણૂક કરી છે. જમણા હાથના બેટ્સમેન લોર્કન ટકરને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તે પોલ સ્ટર્લિંગનું સ્થાન લે છે, જેની પસંદગી કરવામાં આવી નથી.

લોર્કન ટકર ભારત સામે આયર્લેન્ડ ટીમનો કેપ્ટન

સ્ટર્લિંગ ઈજાથી પીડાઈ રહ્યો છે અને પસંદગી માટે ઉપલબ્ધ નહોતો. સ્ટર્લિંગ સહિત છ ખેલાડીઓ ઘાયલ હતા, જેના કારણે તેમની પસંદગી કરવામાં આવી ન હતી. આયર્લેન્ડે ટીમમાં ભારતીય મૂળના એક ખેલાડીનો પણ સમાવેશ કર્યો છે. તેનું નામ જય મુન્દ્રા છે, જે ડાબા હાથનો ઝડપી બોલર છે.

 

ભારત સામે T20 શ્રેણી માટે આયર્લેન્ડની ટીમ

લોર્કન ટકર (કેપ્ટન), રોસ એડેર, બેન કોલ્ટ્રીજ, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, સ્ટીફન ડોહેની, મેથ્યુ હમ્ફ્રીઝ, ગેવિન હોય, મેથ્યુ હોલાર્ડ, લિયામ મેકકાર્થી, જય મુન્દ્રા, હેરી ટેક્ટર, ટિમ ટેક્ટર, રૂબેન વિલ્સન.

આઈરિશ ટીમ પસંદગીની હાઈલાઈટ્સ

  • મેથ્યુ હોલાર્ડ અને જય મુંધરાને પહેલીવાર આયર્લેન્ડ ટીમમાં સ્થાન મળ્યું.
  • રૂબેન વિલ્સનને પહેલીવાર T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જેણે ગયા મહિને ન્યૂઝીલેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું.
  • ઈજાને કારણે છ ખેલાડીઓ પસંદગી માટે ઉપલબ્ધ નહોતા: જોશ લિટલ, માર્ક એડેર, પોલ સ્ટર્લિંગ, કર્ટિસ કેમ્ફર, બેરી મેકકાર્થી અને જોર્ડન નીલ.

લોર્કન ટકર કોણ છે?

આયર્લેન્ડનો નવો T20 કેપ્ટન લોર્કન ટકર છેલ્લા 10 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે. 2016 માં ડેબ્યૂ કર્યું ત્યારથી તેણે 91 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 22.7 ની સરેરાશથી 1,730 રન બનાવ્યા છે. તેણે ODI માં 25 થી વધુની સરેરાશથી 1,054 રન બનાવ્યા છે. 10 ટેસ્ટમાં ટકરે 41.83 ની સરેરાશથી 753 રન બનાવ્યા છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 21 અડધી સદી અને એક સદી ફટકારી છે.

 

આયર્લેન્ડ શ્રેણી માટે ભારતની ટીમ

શ્રેયસ અય્યર (કેપ્ટન), ઈશાન કિશન, અભિષેક શર્મા, સંજુ સેમસન, શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), નીતિશ રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિન્સ યાદવ અને વૈભવ સૂર્યવંશી.

ભારત-આયર્લેન્ડ T20 શ્રેણીનું શેડ્યૂલ

  • પહેલી T20 મેચ 26 જૂને બેલફાસ્ટમાં સાંજે 6 વાગ્યે ભારતીય સમય મુજબ શરૂ થશે.
  • બીજી T20 મેચ 28 જૂને સાંજે 6 વાગ્યે બેલફાસ્ટમાં રમાશે.

ટીમ ઈન્ડિયાના ખેલાડીએ ભારત બાદ ઈંગ્લેન્ડમાં મચાવ્યો કહેર, એકલા હાથે અડધી ટીમને કરી આઉટ

Follow Us