
ટીમ ઈન્ડિયા 5 મેચની T20 શ્રેણી પછી ઈંગ્લેન્ડ સામે 3 મેચની ODI શ્રેણી રમશે. આ શ્રેણી શરૂ થાય તે પહેલાં ભારતીય ક્રિકેટ ટીમમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. યુવા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી આખી શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની પસંદગી સમિતિએ તેના સ્થાને અન્ય એક ખેલાડીના સમાવેશ જાહેરાત કરી છે. બે વર્ષથી એક પણ ODI રમ્યો નથી તે ખેલાડી ટીમમાં જોડાયો છે.
ભારતીય ક્રિકેટ બોર્ડની સિનિયર પસંદગી સમિતિએ ઈજાગ્રસ્ત નીતિશ કુમાર રેડ્ડીના સ્થાને અનુભવી ઓલરાઉન્ડર શિવમ દુબેનો ટીમમાં સમાવેશ કર્યો છે. દુબે માટે આ શ્રેણી મહત્વપૂર્ણ રહેશે. તેણે છેલ્લે 2024 માં ભારત માટે ODI રમી હતી. ત્યારથી, તે સતત T20 ટીમનો ભાગ રહ્યો છે, પરંતુ ODI ટીમમાં સ્થાન મેળવવા માટે તેને લાંબો સમય રાહ જોવી પડી છે. હવે, લગભગ બે વર્ષ પછી તેની પાસે 50 ઓવરના ફોર્મેટમાં પોતાને સાબિત કરવાની બીજી સુવર્ણ તક છે.
Shivam Dube has replaced the injured Nitish Kumar Reddy in India’s squad for the 3-match ODI series against England starting July 14#ENGvIND pic.twitter.com/18qnQ2u1wr
— Cricbuzz (@cricbuzz) July 6, 2026
યુવા સ્ટાર શુભમન ગિલ ઈંગ્લેન્ડ સામેની આ ODI શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે શ્રેયસ અય્યર વાઈસ-કેપ્ટન હશે. ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓ છે, અને જસપ્રીત બુમરાહ ઝડપી બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે. શ્રેણીની પહેલી મેચ 14 જુલાઈએ બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાશે.
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, ગુરનૂર બ્રાર, શિવમ દુબે.