Breaking News : ODI World Cup 2027ના વેન્યુની જાહેરાત, 3 દેશો, 12 સ્ટેડિયમ, 57 મેચ રમાશે

આગામી વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપ માટેના સ્થળોની જાહેરાત કરવામાં આવી છે. સાઉથ આફ્રિકામાં 8 સ્થળોએ મેચોનું આયોજન કરવામાં આવશે. ICC એ ગુરુવારે વૈશ્વિક ટુર્નામેન્ટ માટેના સ્થળોની જાહેરાત કરી છે.

Breaking News : ODI World Cup 2027ના વેન્યુની જાહેરાત, 3 દેશો, 12 સ્ટેડિયમ, 57 મેચ રમાશે
| Updated on: Jul 31, 2026 | 10:24 AM

સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની મેજબાનીમાં રમાનાર 2027 વનડે વર્લ્ડકપ માટે 12 વેન્યુ તૈયાર કરવામાં આવ્યા છે. 24 વર્ષ પછી પુરુષ વનડે વર્લ્ડકપ સાઉથ આફ્રિકામાં રમાશે. આ વખતે ટૂર્નામેન્ટનું આયોજન સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે સિવાય નામિબિયામાં કરવામાં આવ્યું છે. સૌથી વધારે વેન્યુ સાઉથ આફ્રિકામાં છે.આઈસીસીએ ગુરુવારે જાહેરાત કરી છે.

50 ઓવરની ટૂર્નામેન્ટ 24 વર્ષ પછી સાઉથ આફ્રિકામાં રમાશે. આ પહેલા 2003માં સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને કેન્યાએ 8 પુરુષ ક્રિકેટ વર્લ્ડકપની મેજબાની કરી હતી.

ત્રણ દેશના 12 શહેરોમાં રમાશે

જોહાનિસબર્ગમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં સાઉથ આફ્રિકાના 8 શહેરો,ઝિમ્બાબ્વેના 3 શહેરો અને નામીબિયાની રાજધાની વિંડહોકને ટૂર્નામેન્ટના, નામીબીયાની રાજધાની, ટુર્નામેન્ટના સહ-યજમાન તરીકે રજૂ કરવામાં આવી હતી. સાઉથ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર ગ્રીમ સ્મિથ, મખાયા એનટીની, હાશિમ અમલા, તેમ્બુ બાવુમા અને કાગીસો રબાડા ઉપરાંત ઝિમ્બાબ્વેના હેમિલ્ટન મસાકાડઝા અને નામીબિયાના રુડોલ્ફ જેન્સેન વાન વુરેન પણ હાજર હતા.

 

 

 

ક્યા દેશમાં કેટલા વેન્યુ?

સાઉથ આફ્રિકાના 8 શહેરો ઝિમ્બાબ્વેના 3 અને નામીબિયાના એક શહેર આગામી વર્ષે યોજાનાર વૈશ્વિક ટૂર્નામેન્ટના મેચની મેજાબાની કરશે. તો ચાલો જાણીએ ક્યા શહેરોમાં મેજબાની કરશે. હરારે સ્પોર્ટસ ક્લબ, ક્વીસ સ્પોર્ટ્સ ક્લબ અને ફાલે મોસી ઓઆ ટુન્યા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ. તેમજ નામિબાયા ક્રિકેટ ગ્રાઉન્ડ

આઈસીસી અધ્યક્ષ જય શાહે કહ્યું કે, 24 વર્ષ પછી આ ટૂર્નામેન્ટની આફ્રિકામાં વાપસી ક્રિકેટ માટે એક ઐતિહાસિક ક્ષણ છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, સાઉથ આફ્રિકા,ઝિમ્બાબ્વે અને નામીબિયા મળી એક યાદગાર આયોજન કરશે. જે આ ક્ષેત્રના જુનુન અને સાંસ્કૃતિક વિવિધતાને દુનિયાની સામે રજુ કરશે.

કયા શહેરોમાં મેચો યોજાશે?

  1. વાન્ડરર્સ સ્ટેડિયમ, જોહાનિસબર્ગ (સાઉથ આફ્રિકા)
  2. સેન્ચુરિયન સ્ટેડિયમ,તશવાને (સાઉથઆફ્રિકા)
  3. ન્યુલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ, કેપ ટાઉન (સાઉથ આફ્રિકા)
  4. કિંગ્સમીડ ક્રિકેટ ગ્રાઉન્ડ, ડર્બન (સાઉથ આફ્રિકા)
  5. સેન્ટ જ્યોર્જ પાર્ક, ગબેરેખા (સાઉથ આફ્રિકા)
  6. મૈગોન્ગ ઓવલ, બ્લૂમફોન્ટેન (સાઉથ આફ્રિકા)
  7. બોલેન્ડ પાર્ક, પાર્લ (સાઉથ આફ્રિકા)
  8. બફેલો પાર્ક, કુગોમ્પો સિટી – પૂર્વ લંડન (સાઉથ આફ્રિકા)
  9. હરારે સ્પોર્ટ્સ ક્લબ, હરારે (ઝિમ્બાબ્વે)
  10. ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ, બુલાવાયો (ઝિમ્બાબ્વે)
  11. ફેલ મોસી-ઓઆ-ટુન્યા ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, વિક્ટોરિયા ફોલ્સ (ઝિમ્બાબ્વે)
  12. નામિબિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, વિન્ડહોક (નામિબિયા)

 

11 વર્ષની મહેનત બાદ ટીમ ઈન્ડિયાની ટિકિટ મેળવનાર સારાંશ જૈનનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

 

Follow Us
Loading...
Unable to load recommendations.