
ભારતીય ફાસ્ટ બોલર ગુરનૂર બ્રારને ન્યુઝીલેન્ડ વિરુદ્ધ માઉંટ માઉંગાનુઈમાં રમાયેલી ચોથઈ વનડે મેચ દરમિયાન ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલની આચાર સંહિતાના લેવલ-1ના ઉલ્લંધનના કારણે દોષી સાબિત થયો હતો. આ મામલે આઈસીસીએ તેને સજા ફટકારી છે. તેને અનુશાસનાત્મક રેકોર્ડમાં એક ડિમેરિટી પોઈન્ટ પણ જોડ્યો છે. તેના આક્રમક વલણને જોઈ સીફર્ટને તીખું સેન્ડ ઓફ આપ્યું હતુ.
આ મામલે ભારતીય ટીમને પહેલી સફળતા માટે 12 ઓવર સુધી રાહ જોવી પડી હતી. ગુરનૂરે ટિમ સીફર્ટને આઉટ કરી ભારતને પહેલી સફળતા અપાવી હતી. ત્યારબાદ ગુરનૂર બ્રાર સીધો ટિમ સીફર્ટ પાસે જઈ આક્રમક અંદાજમાં ચીસો પાડવા લાગ્યો હતો. જેનાથી માહોલ ગરમાયો હતો. મેદાન પર તણાવ વધતો જોઈ વિરાટ કોહલી તરત દોડી તેની પાસે પહોંચ્યો હતો. તેમણે ગુરનૂર બ્રારને પકડી સીફર્ટથી અલગ કર્યો હતો. આ જશ્નને બ્રેટ્સમેનનું અપમાન કરનાર તેમજ તેની તરફથી આક્રમક પ્રતિક્રિયા ભડકાવનારું માનવામાં આવ્યું હતુ.
બ્રરાને ખેલાડીઓ અને સહયોગી સ્ટાફ માટે આઈસીસી આચાર સંહતિના અનુછેદ 2.5ના ઉલ્લંધમાં દોષી માનવામાં આવ્યો છે. જે ઈન્ટરનેશનલ મેચ દરમિયાન કોઈ પણ બેટ્સમેનના આઉટ થવા પર અપમાનજનક ભાષા, ઈશારાનો ઉપયોગ સાથે સંબંધિત છે. ગુરનૂર બ્રાર માટે 24 મહિનાની અંદર આ બીજો અનુશાસનાત્મક ગુનો છે. જેના કારણે કુલ ડિમેરિટ પોઈન્ટની સંખ્યા હવે 2 થઈ છે.
આઈસીસી ઈન્ટરનેશનલ પેનલ ઓફ રેફરીના સભ્ય રંજન મદુગલ દ્વારા પ્રસ્તાવિત આ સજાને ગુરનુર બ્રારે સ્વીકાર કરી હતી અને પોતાની ભૂલ માની હતી. જેના કારણે ઔપચારિક સુનાવણીની આવશ્યકતા પડી નહી. આઈસીસીના નિયમો મુજબ લેવલ-1ના ઉલ્લંધન પર ઓછામાં ઓછી સજાના રુપમાં આધિકારિક ફટકાર અને મેચ ફીની 50 ટકા દંડ તેમજ ખેલાડીના રેકોર્ડમાં એક અથવા 2 ડિમેરિટ પોઈન્ટ જોડાય શકે છે.
નોંધનીય છે કે ચોથી વનડેમાં ભારતને ન્યુઝીલેન્ડ સામે 244 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ટીમ ઈન્ડિયાએ પાંચમી અને અંતિમ મેચ જીતીને વનડે સીરિઝ 3-1થી જીતી લીધી હતી.