બે વખતની ચેમ્પિયન ટીમ ODI વર્લ્ડ કપ 2027માંથી થશે બહાર ? ICC એ કટ-ઓફ તારીખ નક્કી કરી

ICCએ 2027 ODI વર્લ્ડ કપ માટે સીધી ક્વોલિફિકેશનની પ્રક્રિયા અને કટ-ઓફ તારીખ જાહેર કરી છે. આ નિયમ બાદ બે વખતની વર્લ્ડ કપ વિજેતા ટીમ માટે મુશ્કેલી વધી શકે છે. 30 સપ્ટેમ્બર 2026 સુધીની ODI રેન્કિંગના આધારે ટીમોને સીધો પ્રવેશ મળશે. જો રેન્કિંગમાં સુધારો નહીં થાય તો બે ODI વર્લ્ડ કપ જીતનાર ટીમને ક્વોલિફાયર રમવો પડી શકે છે.

બે વખતની ચેમ્પિયન ટીમ ODI વર્લ્ડ કપ 2027માંથી થશે બહાર ? ICC એ કટ-ઓફ તારીખ નક્કી કરી
odi world cup
Image Credit source: X/ICC
| Updated on: Jul 21, 2026 | 5:58 PM

2027માં યોજાનારા ODI વર્લ્ડ કપને લઈને ICCએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની યજમાનીમાં યોજાનારી આ ટૂર્નામેન્ટ માટે સીધા ક્વોલિફાય થવાના નિયમો નક્કી કરવામાં આવ્યા છે. ICCએ સીધી એન્ટ્રી માટે 30 સપ્ટેમ્બર 2026ની કટ-ઓફ તારીખ નક્કી કરી છે.

યજમાન દેશો દક્ષિણ આફ્રિકા-ઝિમ્બાબ્વે ક્વોલિફાય

ICCના નિયમ મુજબ, યજમાન દેશો સીધા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરશે. એટલે કે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેનું સ્થાન પહેલાથી જ નક્કી છે. આ સિવાય 30 સપ્ટેમ્બર 2026ના રોજ ICC ODI રેન્કિંગમાં ટોચની ટીમોને વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મળશે.

ભારત-પાકિસ્તાન સીધું ક્વોલિફાય થશે!

હાલની સ્થિતિ પ્રમાણે ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા જેવી ટીમોનું સીધું ક્વોલિફાય થવું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. બીજી તરફ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ પણ રેન્કિંગના આધારે રેસમાં આગળ છે. જોકે, વેસ્ટ ઈન્ડિઝ માટે સ્થિતિ ચિંતાજનક બની છે.

 

વેસ્ટ ઈન્ડિઝ થશે બહાર?

બે વખતની ODI વર્લ્ડ કપ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ હાલમાં ICC ODI રેન્કિંગમાં 10મા સ્થાને છે. જો કેરેબિયન ટીમ 30 સપ્ટેમ્બર 2026 સુધી પોતાના રેન્કિંગમાં મોટો સુધારો નહીં કરે તો તેને ફરી એકવાર ક્વોલિફાયર ટૂર્નામેન્ટ રમવી પડી શકે છે. આ પહેલા 2023ના ODI વર્લ્ડ કપ માટે પણ વેસ્ટ ઈન્ડિઝ ક્વોલિફાય થઈ શક્યું નહોતું.

વેસ્ટ ઈન્ડિઝ માટે દરેક મેચ મહત્વપૂર્ણ

વેસ્ટ ઈન્ડિઝ માટે મુશ્કેલી એ પણ છે કે કટ-ઓફ તારીખ સુધી તેને ખૂબ ઓછી ODI મેચ રમવાની તક મળશે. તેથી દરેક મેચ તેમના માટે મહત્વપૂર્ણ બની રહેશે. હવે બે વખતની ચેમ્પિયન ટીમ સામે મોટો પડકાર છે કે તે રેન્કિંગમાં સુધારો કરીને સીધું વર્લ્ડ કપમાં સ્થાન મેળવે અથવા ફરી ક્વોલિફાયરનો રસ્તો અપનાવે.

ZIM vs IND: રોહિત શર્માના નજીકના વ્યક્તિએ છોડી ટીમ ઈન્ડિયા, ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી ગાયબ

Follow Us