AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup: માત્ર 121 સેકન્ડમાં હારથી બચાવ્યું, ‘સુપર સબ’ કાયલ લેરિને કેનેડા માટે રચ્યો ઈતિહાસ

આ પહેલીવાર છે જ્યારે કેનેડા વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે, અને ટીમે તેના ચાહકોની સામે તેની પહેલી જ મેચમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ પહેલીવાર છે જ્યારે કેનેડા વર્લ્ડ કપની કોઈ મેચ હાર્યું નથી. મેદાનમાં પર પગ મૂક્યાના માત્ર 121 સેકન્ડ પછી લારિને 79 મી મિનિટમાં ગોલ કરી ટીમને હારમાંથી બચાવી અને કેનેડાને વર્લ્ડ કપનો પહેલો પોઈન્ટ અપાવ્યો હતો.

FIFA World Cup: માત્ર 121 સેકન્ડમાં હારથી બચાવ્યું, 'સુપર સબ' કાયલ લેરિને કેનેડા માટે રચ્યો ઈતિહાસ
Canada vs Bosnia and HerzegovinaImage Credit source: FIFA World Cup
| Updated on: Jun 13, 2026 | 4:48 PM
Share

FIFA વર્લ્ડ કપ 2026 હજુ માંડ શરૂ થયો છે, અને બીજી મેચમાં જ એક રોમાંચક મુકાબલો જોવા મળ્યો. આ મેચ ફેમસ ટીમો વચ્ચે નહીં, પરંતુ પ્રથમ વખત વર્લ્ડ કપની યજમાની કરનારી કેનેડા અને નાની યુરોપિયન ટીમ બોસ્નિયા-હર્જેગોવિના વચ્ચે હતો. મેચ 1-1 થી ડ્રોમાં સમાપ્ત થઈ, પરંતુ તે કેનેડિયન ફૂટબોલ માટે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ હતું. આ ડ્રોએ કેનેડાને તેનો પ્રથમ વર્લ્ડ કપ પોઈન્ટ અપાવ્યો.

કેનેડા-બોસ્નિયાની મેચ ડ્રો

અપેક્ષા મુજબ આ મેચમાં બોસ્નિયાની ટીમ ખૂબ જ આક્રમક રમત બાતાવી અને મેચમાં વર્ચસ્વ જમાવ્યું. ટીમ સતત આક્રમણ કરી રહી હતી અને કેનેડાને આગળ આવવાની તક આપતી ન હતી. બોસ્નિયાને પણ તેનો ફાયદો મળ્યો જ્યારે જોવો લુકિચે 21મી મિનિટે ગોલ કરીને ટીમને લીડ અપાવી. આ લીડ પ્રથમ હાફના અંત સુધી ચાલુ રહી હતી. બીજા હાફમાં પણ બોસ્નિયાએ લાંબા સમય સુધી કેનેડાને ગોલ કરવા દીધો ન હતો. મેચ બરોબરી કરવાના પ્રયાસમાં કેનેડાનો એટેક બીજા હાફમાં વધ્યો પરંતુ તેઓ અસફળ રહ્યા હતા.

લેરીન કેનેડા માટે ‘સુપર સબ’ સાબિત થયો

જ્યારે ટીમ હાર તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું હતું ત્યારે કેનેડિયન કોચે એક નિર્ણય લીધો, જે માસ્ટરસ્ટ્રોક સાબિત થયો. કોચ 76 મી મિનિટમાં સબસ્ટિટ્યુટ તરીકે સ્ટ્રાઈકર કાયલ લારીનને લાવ્યો અને પછી લારીને તે કર્યું જે માટે તેને મોકલવામાં આવ્યો હતો. મેદાનમાં પર પગ મૂક્યાના માત્ર 121 સેકન્ડ પછી લારિને 79 મી મિનિટમાં અદ્ભુત પાસને ગોલમાં ફેરવી દીધો. લેરીન કેનેડા માટે ‘સુપર સબ’ સાબિત થયો અને ટીમને હારમાંથી બચાવી.

વર્લ્ડ કપમાં કેનેડાનું ખાતું ખુલ્યું

આ ગોલથી ન માત્ર મેચ ડ્રો થઈ, પણ કેનેડિયન ફૂટબોલને ઐતિહાસિક સફળતા પણ મળી. કેનેડા, જે ફક્ત ત્રીજી વખત વર્લ્ડ કપમાં ભાગ લઈ રહ્યું છે, તે છેલ્લા 2 વર્લ્ડ કપ (1986 અને 2022) માંથી 6 મેચમાં હારી ગયું હતું. પરંતુ આ ડ્રો સાથે કેનેડાના ખાતામાં 1 પોઈન્ટ ઉમેરાઈ ગયો અને આ રીતે કેનેડાની ટીમે વર્લ્ડ કપ ઈતિહાસમાં પોતાનું ખાતું ખોલ્યું. એટલું જ નહીં, લેરીનનો આ ગોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી સબસ્ટિટ્યુટ ગોલ પણ બની ગયો છે.

Breaking News: જો ધર્મશાલામાં મેચ ન રમાય તો સુપર ઓવર દ્વારા વિજેતા નક્કી થશે! જાણો શું છે નિયમ

Follow Us
અમદાવાદની શાળાઓમાં ભરાયા વરસાદી પાણી! ખોખરા, હાટકેશ્વર,કાંકરિયા જળમગ્ન
અમદાવાદની શાળાઓમાં ભરાયા વરસાદી પાણી! ખોખરા, હાટકેશ્વર,કાંકરિયા જળમગ્ન
સુરતમાં વિયરકમ કોઝ-વે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video
સુરતમાં વિયરકમ કોઝ-વે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video
જૂનાગઢના માંગરોળ બંદરે 3 નંબરનું સિગ્નલ, દરિયો ગાંડોતૂર
જૂનાગઢના માંગરોળ બંદરે 3 નંબરનું સિગ્નલ, દરિયો ગાંડોતૂર
અમદાવાદ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા,જુઓ Video
અમદાવાદ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા,જુઓ Video
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
g clip-path="url(#clip0_868_265)">