ભારત સામેની ઐતિહાસિક લોર્ડ્સ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, પાંચ અનકેપ્ડ ખેલાડીઓનો સમાવેશ

ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે ભારત સામે 10 જુલાઈએ લોર્ડ્સ ખાતે રમાનારી ઐતિહાસિક મહિલા ટેસ્ટ મેચ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં પાંચ અનકેપ્ડ ખેલાડીઓને પહેલીવાર સ્થાન મળ્યું છે. મહિલા T20 વર્લ્ડ કપ બાદ રમાનારી આ મેચ ખાસ રહેશે, કારણ કે લોર્ડ્સના મેદાન પર પહેલીવાર મહિલા ટેસ્ટ મેચ યોજાશે.

ભારત સામેની ઐતિહાસિક લોર્ડ્સ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, પાંચ અનકેપ્ડ ખેલાડીઓનો સમાવેશ
England Women Test team
Image Credit source: ESPN
| Updated on: Jun 18, 2026 | 7:33 PM

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 10 જુલાઈએ લોર્ડ્સ ખાતે રમાનારી એકમાત્ર મહિલા ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડે પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. આ મેચ અનેક કારણોસર ઐતિહાસિક બનવાની છે. લોર્ડ્સના પ્રતિષ્ઠિત મેદાન પર પહેલીવાર મહિલા ટેસ્ટ મેચ રમાશે, જેના કારણે ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ભારત સામે ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર

મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સમાપન બાદ યોજાનારી આ ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડે અનુભવી અને યુવા ખેલાડીઓનું કોમ્બિનેશન ધરાવતી 15 સભ્યોની ટીમ પસંદ કરી છે. ટીમની કમાન સ્ટાર ઓલરાઉન્ડર નેટ સાયવર-બ્રન્ટને સોંપવામાં આવી છે. સાયવર-બ્રન્ટ પહેલીવાર ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડની મહિલા ટીમનું નેતૃત્વ કરશે.

પાંચ અનકેપ્ડ ખેલાડીઓનો સમાવેશ

ઈંગ્લેન્ડની 15 સભ્યોની ટીમમાં ચ અનકેપ્ડ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એલિસ કેપ્સી, ટિલી કોર્ટને-કોલમેન, મેડી વિલિયર્સ, ગ્રેસ પોટ્સ અને એલી થ્રેલકેલ્ડને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. ખાસ કરીને ગ્રેસ પોટ્સ અને એલી થ્રેલકેલ્ડે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ પણ કર્યું નથી.

 

યુવા અને અનુભવી ખેલાડીઓનું કોમ્બિનેશન

યુવા ખેલાડીઓની સાથે ઈંગ્લેન્ડે અનુભવી ખેલાડીઓ પર પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ટીમમાં હીથર નાઈટ, ટેમી બ્યુમોન્ટ, એમી જોન્સ, સોફી એક્લેસ્ટોન અને લોરેન બેલ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ અનુભવી ખેલાડીઓ ભારત સામેની મહત્વપૂર્ણ મેચમાં ટીમને મજબૂતી આપશે.

લોર્ડ્સમાં પહેલીવાર મહિલાઓની ટેસ્ટ મેચ

ભારત સામેની આ ઐતિહાસિક ટેસ્ટ મેચ માત્ર બે ટીમો વચ્ચેની સ્પર્ધા નહીં, પરંતુ મહિલા ક્રિકેટ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે. લોર્ડ્સમાં પહેલીવાર રમાનારી મહિલા ટેસ્ટ મેચને લઈને વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર આ મુકાબલા પર રહેશે.

ભારત સામેની ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની ટીમ

નેટ સાયવર-બ્રન્ટ (કેપ્ટન), ટેમી બ્યુમોન્ટ, લોરેન બેલ, માયા બોચિયર, એલિસ કેપ્સી, ટિલી કોર્ટને-કોલમેન, સોફી એક્લેસ્ટોન, લોરેન ફિલર, એમી જોન્સ, હીથર નાઈટ, એમ્મા લેમ્બ, ગ્રેસ પોટ્સ, એલી થ્રેલકેલ્ડ, મેડી વિલિયર્સ, ઈસી વોંગ.

VIDEO: શુભમન ગિલના કારણે ઈશાન કિશન બેવડી સદી ફટકારવાનું ચૂકી ગયો, જાણો કેવી રીતે

Follow Us