AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : હવે અમ્પાયર વિના રમાશે ક્રિકેટ મેચ ! એક જાહેરાતથી મચી ગયો ખળભળાટ, શું છે આખો મામલો?

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. પોસ્ટ અનુસાર એક સફળ ઇન્ટરનેશનલ T20 ક્રિકેટ લીગમાં મોટો ફેરફાર થવાનો છે. આ પોસ્ટમાં એમ કહેવામાં આવ્યું છે કે હવે આ લીગમાં અમ્પ્યારો નહીં પણ AI મેચના નિર્ણયો લેશે. એટલે કે અમ્પાયર વિના મેચ રમાશે. આ જાહેરાત બાદ હંગામો મચી ગયો છે.

Breaking News : હવે અમ્પાયર વિના રમાશે ક્રિકેટ મેચ ! એક જાહેરાતથી મચી ગયો ખળભળાટ, શું છે આખો મામલો?
umpiresImage Credit source: X
| Updated on: Apr 01, 2026 | 7:10 PM
Share

ક્રિકેટને જેન્ટલમેન્સ ગેમ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ મેદાન પરના નિર્ણય લેવા અને ક્રિકેટ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવામાં અમ્પાયર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમ્પાયર વિના ક્રિકેટ મેચની કલ્પના કરવી મુશ્કેલ છે. તેઓ ક્રિકેટના નિયમોના રક્ષક છે અને મેદાન પર બનતી દરેક ઘટના પર અંતિમ નિર્ણય લે છે. જોકે, વેસ્ટ ઈન્ડિઝમાં રમાતી કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) એ એક એવી જાહેરાત કરી છે જેણે ક્રિકેટ ફેન્સને ચોંકાવી દીધા છે.

CPLની એક પોસ્ટથી હંગામો

કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) એ તાજેતરમાં તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 2026 સીઝનમાં મેચોમાં મેદાન પર કોઈ અમ્પાયર રહેશે નહીં. તેના બદલે, AI-જનરેટેડ વિઝ્યુઅલ્સ અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને નિર્ણયો લેવામાં આવશે. ક્રિકેટ ચાહકો આ સમાચારથી ચોંકી ગયા હતા, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ લાગે છે.

અમ્પાયરો વિના રમાશે ક્રિકેટ મેચ?

હકીકતમાં, આ પોસ્ટ 1 એપ્રિલના રોજ શેર કરવામાં આવી હતી અને તેમાં #AprilFoolsDay હેશટેગનો સમાવેશ થતો હતો. આનો અર્થ એ છે કે તેને મજાક માનવામાં આવી રહી છે. પોસ્ટ પરથી એવું લાગે છે કે CPL એ ચાહકોને સરપ્રાઈઝ અને એન્ટરટેન કરવા માટે આ જાહેરાત ઇરાદાપૂર્વક કરી હતી. ક્રિકેટમાં ટેકનોલોજીનો ઉપયોગ સતત વધી રહ્યો છે. ટીવી રિપ્લે, ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (DRS) અને હોક-આઈ જેવી ટેકનોલોજી અમ્પાયરોને સહાય કરે છે. જોકે, મેદાન પર અમ્પાયરો વિના રમવું ખૂબ મુશ્કેલ લાગે છે.

CPLની 14મી સિઝન ક્યારે રમાશે?

કેરેબિયન પ્રીમિયર લીગની 14મી સિઝન ઓગસ્ટમાં શરૂ થવાની અને સપ્ટેમ્બર સુધી ચાલવાની ધારણા છે. આ વર્ષે જમૈકન ફ્રેન્ચાઇઝ ટુર્નામેન્ટમાં પાછી ફરશે. આ ફ્રેન્ચાઇઝ છેલ્લા બે વર્ષથી લીગમાંથી બહાર હતી. ટ્રિનબાગો નાઈટ રાઈડર્સ લીગની સૌથી સફળ ટીમ છે, જેણે પાંચ વખત ટાઈટલ જીત્યું છે.

Breaking News: જુલાઈમાં વૈભવ સૂર્યવંશી કરશે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ ! ઝિમ્બાબ્વે પ્રવાસમાં મળશે તક?

Follow Us
વડોદરામાં ભારતનું પ્રથમ સ્વદેશી C295 સૈન્ય વિમાન થઈ રહ્યું છે તૈયાર
વડોદરામાં ભારતનું પ્રથમ સ્વદેશી C295 સૈન્ય વિમાન થઈ રહ્યું છે તૈયાર
કંડલા બંદર પર દુર્ઘટના, બર્થ નંબર 13 પર ત્રણ શ્રમિકોના કરુણ મોત
કંડલા બંદર પર દુર્ઘટના, બર્થ નંબર 13 પર ત્રણ શ્રમિકોના કરુણ મોત
Breaking News: ગુજરાતમાં હવે નહીં નીકળે આરોપીઓના વરઘોડા
Breaking News: ગુજરાતમાં હવે નહીં નીકળે આરોપીઓના વરઘોડા
ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા, જાનૈયાએ બોટમાં બેસી રસ્તો ઓળંગ્યો
ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા, જાનૈયાએ બોટમાં બેસી રસ્તો ઓળંગ્યો
લગ્નમાં બિરયાની કહીને પુલાવ પીરસાતા જાનૈયાઓએ કરી મારામારી- જુઓ Video
લગ્નમાં બિરયાની કહીને પુલાવ પીરસાતા જાનૈયાઓએ કરી મારામારી- જુઓ Video
ગુજરાતમાં 'વર્ક ફ્રોમ હોમ'! મંત્રી કુવરજી બાવળિયાનું 'મોટું નિવેદન'
ગુજરાતમાં 'વર્ક ફ્રોમ હોમ'! મંત્રી કુવરજી બાવળિયાનું 'મોટું નિવેદન'
સુરતમાં ભરઉનાળે સર્જાયા ચોમાસા જેવા દૃશ્યો, લાખો લીટર પાણીનો બગાડ
સુરતમાં ભરઉનાળે સર્જાયા ચોમાસા જેવા દૃશ્યો, લાખો લીટર પાણીનો બગાડ
તલાટીએ રેલવે ટ્રેક પર કાર દોડાવી કાયદાના લીરેલીરા ઉડાડ્યા
તલાટીએ રેલવે ટ્રેક પર કાર દોડાવી કાયદાના લીરેલીરા ઉડાડ્યા
અમદાવાદઃ NEET પેપર લીક મુદ્દે NSUI ના ઉગ્ર દેખાવો, કાર્યકરોની અટકાયત
અમદાવાદઃ NEET પેપર લીક મુદ્દે NSUI ના ઉગ્ર દેખાવો, કાર્યકરોની અટકાયત
અમદાવાદમાં સેલ્સગર્લ કરોડોના સોનાના દાગીના લઈને ફરાર! જુઓ Video
અમદાવાદમાં સેલ્સગર્લ કરોડોના સોનાના દાગીના લઈને ફરાર! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">