
Virender Sehwag’s Son Vedant 7-wicket Haul : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સહેવાગના નાના દીકરા વેદાંગ સહેવાગે પોતાની શાનદાર બોલિંગથી ક્રિકેટમાં ચર્ચામાં આવ્યો છે. કૂચ બિહાર ટ્રોફી એલીટ ટૂર્નામેન્ટમાં દિલ્હી અંડર 19માંથી રમતા વેદાંતે પંજાબ અંડર 19 વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું અને એક જ ઈનિગ્સમાં 7 વિકેટ લીધી હતી. ખાસ વાત તો એ હતી કે, આ ટૂર્નામેન્ટમાં દિલ્હીની કમાન વીરેન્દ્ર સેહવાગના મોટા દીકરો આર્યવીર સેહવાગ સંભાળી રહ્યો છે.
ચાર દીવસની આ મેચના પહેલા દિવસે દિલ્હીની બોલિંગની કમાન સંભાળતા વેદાંત સેહવાગે શાનદાર બોલિંગ કરી હતી. વેદાંતે 22.3 ઓવરની બોલિંગમાં 5 મેડન નાંખી માત્ર 88 રન આપી 7 વિકેટ પોતાને નામ કરી હતી. ટુંકમાં પંજાબની જે 7 વિકેટ પડી હતી. તેમાંથી વેદાંત એકલાએ 7 વિકેટ લીધી હતી. નકુલ યાદવે 7 ઓવરમાં 25 રન આપી 1 વિકેટ લીધી હતી. તો રાહુલ રાકેશ યાદવ અને અર્નવ બુગ્ગાએ 1-1 વિકેટ લીધી હતી.
વેદાંતની આ શાનદાર બોલિંગના કારણે અંડર-19ની પહેલી ઈનિગ્સ 238 રનમાં સમેટાઈ હતી. પંજાબ દ્વારા સહિજબોતવીર સિંહે 116 બોલમાં 10 ચોગ્ગાની મદદથી સૌથી વધારે 61 રન બનાવ્યા હતા. તો નૂરવીર સિંહે 58 બોલમાં 9 ચોગ્ગા અને 2 સિક્સની મદદથી 58 રનનું યોગદા ન આપ્યું હતુ.
પંજાબના 238 રનના જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી અંડર 19 ટીમે પહેલા દિવસે સ્ટંપ સુધી 40 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 104 રન બનાવ્યા હતા. દિલ્હીની ટીમ હજુ પણ પહેલી ઈનિગ્સના આધાર પર 134 રન પાછળ છે. તેની 8 વિકેટ બાકી છે. ટીમની કમાન સંભાળી રહેલા વીરેન્દ્ર સેહવાગના મોટા દીકરા આર્યવીર સેહવાગે ક્રિઝ પર સમય પસાર કર્યો પરંતુ મોટી ઈનિગ્સ બનાવી શક્યો નહી. 94 બોલમાં 31 રન બનાવી આઉટ થયો હતો. તેમણે હાલમાં અંડર 19 એશિયા કપમાં ભારતને ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.
તમને જણાવી દઈએ કે, કૂચ બિહાર ટ્રોફી શું છે. અંડર 19 ખેલાડીઓની ટૂર્નામેન્ટ છે. જેમાં દેશના અલગ અલગ રાજ્ય ક્રિકેટ ટીમ ભાગ લે છે. આ રેડ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટ છે. જેની મેચ 4 દિવસ સુધી રમાઈ છે. આ ટૂર્નામેન્ટનું આયોજન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ કરે છે. જેની શરુઆત 1945-46માં થઈ હતી.