SL vs NED : નેધરલેન્ડે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, શ્રીલંકાએ બે ફેરફાર કર્યા

શ્રીલંકાની ટીમ ICC વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી એક પણ મેચ જીતવામાં સફળ રહી નથી. આ ટીમે ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં હારનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકા નેધરલેન્ડ સામે જીતનું ખાતું ખોલાવવાનો પ્રયાસ કરશે પરંતુ તે આસાન નહીં હોય કારણ કે દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમને હરાવ્યા બાદ નેધરલેન્ડનો આત્મવિશ્વાસ ઘણો ઊંચો હશે. શ્રીલંકા અને નેધરલેન્ડ સામે લખનૌમાં ટકરાશે.

SL vs NED : નેધરલેન્ડે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, શ્રીલંકાએ બે ફેરફાર કર્યા
Netherlands vs Sri Lanka
| Edited By: | Updated on: Oct 21, 2023 | 11:12 AM

ભારતમાં ચાલી રહેલ ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં 21 ઓકટોબર શુક્રવારે બે મુકાબલાઓ યોજાશે. પહેલી મેચમાં 1996 વર્લ્ડ કપ ચેમ્પિયન શ્રીલંકા (Sri Lanka) નો સામનો નેધરલેન્ડ સામે થશે. જ્યારે બીજી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ (England) અને દક્ષિણ આફ્રિકા ટકરાશે. આજની પહેલી મેચ લખનૌમાં અને બીજી મેચ મુંબઈમાં રમાશે.

નેધરલેન્ડે ટોસ જીતી બેટિંગ પસંદ કરી

આજે પહેલો મુકાબલો શ્રીલંકા અને નેધરલેન્ડ સામે લખનૌના એકાના સ્ટેડિયમમાં છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને શ્રીલંકાને પહેલા બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. મેચ 10:30 વાગ્યે શરૂ થઈ હતી. બંને ટીમો આજે જીતવા પ્રયાસ કરશે. શ્રીલંકાને પહેલી જીતની તલાશ છે.

શ્રીલંકાએ પ્લેઈંગ 11 માં બે ફેરફાર કર્યા

આજની મેચમાં નેધરલેન્ડે પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી અને અંતિમ મેચની ટીમ કોમ્બિનેશન સાથે જ રમવાનું નક્કી કર્યું છે, જ્યારે શ્રીલંકાએ પ્લેઈંગ 11માં બે ફેરફાર કર્યા હતા. શ્રીલંકાએ દુનિત વેલાલાગે અને લાહિરુ કુમારને ટીમમાંથી બહાર કર્યા હતા ને તેમના સ્થાને દૂષન હેમંતા અને કસુન રચિતાને ટીમમાં તક મળી છે. જો શ્રીલંકા આજની મેચમાં હારશે તો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે.


આ પણ વાંચો : AUS vs PAK Breaking News : કાંગારુઓ સામે પાકિસ્તાનની ટીમ ઓલઆઉટ, રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાની 62 રનથી મેળવી જીત

શ્રીલંકા પ્રથમ બોલિંગ કરશે

દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમને હરાવનારી નેધરલેન્ડની ટીમ શનિવારે ODI વર્લ્ડ કપની પોતાની આગામી મેચમાં શ્રીલંકા સામે ઉતરી રહી છે. લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં શ્રીલંકા પોતાની જીતનું ખાતું ખોલવાનો પ્રયાસ કરશે. 1996ની વર્લ્ડ ચેમ્પિયન આ વર્લ્ડ કપમાં હજુ સુધી એક પણ મેચ જીતી શકી નથી. આ મેચની શરૂઆત તેના માટે સારી રહી નથી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો