Breaking News : ઉંમર છેતરપિંડી બદલ BCCIએ ખેલાડીને હાંકી કાઢ્યો

બીસીસીઆઈએ ટીમમાં ફેરફાર કરીને રોહિત યાદવને હટાવી દીધો છે. રોહિતના સ્થાને બે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. રોહિત યાદવને અંડર-19 ટીમમાંથી બહાર કરવાનું કારણ તેમની સાથે સંકળાયેલી ઉંમર છેતરપિંડીનો કેસ છે.

Breaking News  : ઉંમર છેતરપિંડી બદલ BCCIએ ખેલાડીને હાંકી કાઢ્યો
| Updated on: Sep 08, 2026 | 12:43 PM

ભારતની અંડર 19 ટીમને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરેલું સીરિઝ રમવાની છે. આ સીરિઝ વનડે અને મલ્ટી ડે, બંને ફોર્મેટમાં રમાશે. આ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત પહેલા જ થઈ ચૂકી છે. જેમાં રાહુલ દ્રવિડનો દીકરો અન્વય અને વિરેન્દ્ર સહેવાગનો દીકરો આર્યવીરને પણ તક આપવામાં આવી છે. પરંતુ હવે આ સીરિઝના શરુ થતાં પહેલા બીસીસીઆઈએ ટીમમાં ફેરફાર કર્યો છે.

દ્વવિડ-સહવાગના દીકરા સાથે રોહિત રમશે નહી

બીસીસીઆઈએ રોહિત યાદવને ટીમમાંથી બહાર કર્યો છે. બંગાળના લેગ સ્પિનરને હાલમાં ઉંમરની છેતરપિંડીના દોષી ઠેરવવામાં આવ્યો હતો, જેના કારણે તેને U19 ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે રોહિત યાદવ હવે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં દ્રવિડ અને સેહવાગના પુત્રો સાથે ખભે ખભો મિલાવીને રમતો જોવા મળશે નહીં. BCCI એ તેની પ્રેસ રિલીઝમાં રોહિત વિશે માહિતી આપી હતી. રોહિત યાદવ શ્રીલંકાના પ્રવાસે ગયેલી U19 ટીમનો પણ ભાગ હતો, જ્યાં તેણે છ વિકેટ લીધી હતી.

 

 

 

BCCIએ રોહિતને દુર કરી ,આ 2 ખેલાડીને તક આપી

ઓસ્ટ્રેલિયા અંડર 19 ટીમ વિરુદ્ધ ઘરેલું સીરિઝ માટે રોહિતનું સિલેક્શન વનડે અને મલ્ટી ડે, બંને ફોર્મેટમાં ટીમમાટે થયું હતુ પરંતુ બીસીસીઆઈએ વનડેમાં સૌરાષ્ટ્રના આર્યન સવ્સાની ને રિપ્લેસ કર્યો છે. જ્યારે મલ્ટી ડે સીરિઝ માટે તેના સ્થાને હરિયાણાના તન્મય બલોડાને સામે કરવામાં આવ્યો છે.

BCCI દ્વારા ફેરફાર બાદ ટીમ

ભારત અંડર 19 ટીમ : લક્ષ્ય રાયચંદાની, યશબર્ધન ચૌહાણ, રજત બાધેલ, આર્યવીર સહવાગ,વીકે વિનીત, કુશાગ્ર ઓઝા, અર્જુન રાજપૂત, મનલ ચૌહાણ, અન્વય દ્રવિડ, વી યશવીર,શવિન વિનોદ, મોહિત ઉલ્વા,સી,વેંકટા,કાવ્ય પટેલ આર્યન સવ્સાની

ભારત અંડર 19 મલ્ટી ડે ટીમ : યશબર્ધન ચૌહાણ,લક્ષ્ય રાયચંદાની, સાગર વિર્ક, કુશાગ્ર ઓઝા, મનલ ચૌહાણ, કુશ પટેલ, અયાન અકરમ ,માનવ કૃષ્ણા, અભિપ્રાય વિશ્વાસ,ઈશાન ઓમ,પ્રણવ રાધવેન્દ્ર,પ્રિયાંશુ સિંહ, મોહિત ઉલ્વા, આર્યન યાદવ ,તનમય બલોડા

 

Shubman Gill Birthday : શુભમન ગિલને અભિષેક શર્માએ આપી અનોખી ગિફ્ટ, બર્થ ડે સેલિબ્રેશનનો Video વાયરલ અહી ક્લકિ કરો

 

Follow Us
Loading...
Unable to load recommendations.