Multan : એશિયા કપ 2023ની (Asia Cup 2023) આજે શાનદાર શરુઆત થઈ છે. પાકિસ્તાન અને નેપાળ વચ્ચેની આજની પહેલી મેચમાં રોમાંચ દ્રશ્યો જોવા મળ્યા હતા. નેપાળની ક્રિકેટ ટીમ આજે પહેલીવાર એશિયા કપ રમી રહી હતી. આ નેપાળના યુવા ખેલાડીઓએ પાકિસ્તાનીઓને પહેલા ડરાવ્યા, પણ પાકિસ્તાની ક્રિકેટરોના અનુભવ સામે તેઓ ટકી ના શક્યા. પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ મેન ઓફ ધ મેચ બન્યો હતો.
પાકિસ્તાની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. કેપ્ટન બાબર આઝમ અને ઇફ્તિખાર અહેમદની તોફાની ઈનિંગને કારણે પાકિસ્તાનની ટીમે 50 ઓવરમાં 6 વિકેટના નુકશાન સાથે 342 રન બનાવ્યા હતા. ડેબ્યૂ ટીમ નેપાળ સામે 343 રનનો વિશાળ ટાર્ગેટ હતો. જેની સામે નેપાળની ટીમ 23.4 ઓવરમાં 104 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ. પાકિસ્તાની ટીમે 238 રનના મોટા અંતરથી પહેલી મેચમાં જીત મેળવી હતી.
આ પણ વાંચો : PAK vs NEP: પાકિસ્તાનને મુલતાનમાં નેપાળે હંફાવ્યા બાદ અંતે 342 રન ખડક્યા, બાબર અને ઈફતીખારની સદી
પાકિસ્તાનની એશિયા કપમાં વિજયી શરુઆત, નેપાળ સામે 238 રનથી મેળવી મોટી જીત | TV9GujaratiNews#AsiaCup2023 #PakistanCricket#PAKvsNEP #TV9News
— Tv9 Gujarati (@tv9gujarati) August 30, 2023
Pace & swing
Pakistan’s premier pacers have been on the money from the get go, restricting Nepal with quick and lethal strikes!Will Nepal put up a spirited fight?
Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network & Disney+ Hotstar#PAKvNEP #Cricket pic.twitter.com/avl2nwbybw
— Star Sports (@StarSportsIndia) August 30, 2023
પાકિસ્તાનમાં 15 વર્ષ બાદ એશિયા કપ રમાઈ રહ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમે આજે 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમે વનડેમાં આજે 238 રનથી સૌથી મોટી જીત નોંધાવી છે. વર્ષ 2005માં કરાચીમાં પાકિસ્તાની ઈંગ્લેન્ડ સામે 165 રનથી વનડેમાં જીત મેળવી હતી. ઓલ ઓવર વનડે ફોર્મેટમાં આ પાકિસ્તાનની ત્રીજી સૌથી મોટી જીત છે.
Babar Azam is flying out in the middle as he brings up 150!
His 50 runs since his century have come in just 20 balls! pic.twitter.com/NyGklUvJ7V
— Cricket on TNT Sports (@cricketontnt) August 30, 2023
Iftikhar Ahmed has his first ODI hundred
Look what it means pic.twitter.com/WBDHtLXONZ
— Cricket on TNT Sports (@cricketontnt) August 30, 2023
એક સમયે 27.5 ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર 124 રન પર 4 વિકેટ હતો. તે સમયે લાગી રહ્યુ હતુ કે એશિયા કપમાં ડેબ્યૂ કરી રહેલી નેપાળની ટીમ પાકિસ્તાની ટીમને હંફાવશે. ત્યારે જ બાબર આઝમ અને ઇફ્તિખાર અહેમદે આવીને પાકિસ્તાનની ઈનિંગ સંભાળી હતી. ત્યારબાદની 22.1 ઓવરમાં પાકિસ્તાનની ટીમે 2 વિકેટ ગુમાવીને 218 રન બનાવ્યા હતા.
131 બોલમાં 151 રન બનાવીને બાબર આઝમ એશિયા કપમાં 150 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. તેની સાથે જ ઇફ્તિખાર અહેમદે 109ની તોફાની ઈનિંગ રમીને નેપાળી બોલરોને ધોઈ નાખ્યા હતા. પાકિસ્તાનની બોલર શાદાબ ખાને 6.4 ઓવરમાં 27 રન આપીને 4 વિકેટ લીધી હતી. જ્યારે શાહીન આફ્રીદી અને હરિસ રઉફે 2-2 વિકેટ લીધી હતી.
Asia’s fiercest tournament has arrived!
And to kick things off, Pakistan win the toss and opt to bat first!Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network & Disney+ Hotstar#PAKvNEP #Cricket pic.twitter.com/HeUI3CwAKR
— Star Sports (@StarSportsIndia) August 30, 2023
Watch Trishala Gurung perform the Nepalese national song at the Super 11 Asia Cup 2023 curtain-raiser, at Multan Cricket Stadium.#AsiaCup2023 pic.twitter.com/CqkLB9bnGK
— Pakistan Cricket (@TheRealPCB) August 30, 2023
Aima Baig & Trishala Gurung are performing in the Asia Cup’s opening ceremony, the Pakistani & Nepal singers are together in Multan Cricket Stadium. #PAKvsNEP #AsiaCup23 pic.twitter.com/giChOBVEkB
— Ahmad Haseeb (@iamAhmadhaseeb) August 30, 2023
એશિયા કપની ઓપનિંગ મેચની શરૂઆત રંગારંગ કાર્યક્રમ સાથે થઈ હતી. પાકિસ્તાન અને નેપાળના બે પ્રખ્યાત ગાયકોએ મેચ પહેલા પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું. પાકિસ્તાનની આઈમા બેગ અને નેપાળની ત્રિશાલા ગુરુંગે સ્ટેડિયમમાં હાજર દર્શકોને ઉત્સાહિત કર્યા હતા. પાકિસ્તાનના કેપ્ટન બાબરે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી.
Published On - 9:25 pm, Wed, 30 August 23