
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર અભિષેક શર્માનું બેટ સતત ધમાલ મચાવી રહ્યું છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝની પહેલી મેચમાં શાનદાર બેટિંગથી બોલરનો પરસેવો પાડી દીધો હતો. હવે અભિષેક શર્માએ ત્રીજી મેચમાં પણ ન્યુઝીલેન્ડના બોલરને ધોઈ નાંખ્યા છે. ગુવાહાટીમાં સીરિઝમાં અભિષેક શર્માએ માત્ર 14 બોલમાં અડધી સદી ફટકારી છે. આ સાથે ભારત માટે સૌથી બીજી ફાસ્ટ અડધી સદી છે.અભિષેક શર્માએ કુલ 5 સિક્સ ફટકારી હતી.
ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમની ત્રીજી મેચમાં ન્યુઝીલેન્ડે પહેલા બેટિંગ કરી હતી. પરંતુ તેની બેટિંગ માત્ર 20 ઓવરમાં 153 છે. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા માટે અભિષેક શર્માએ વિસ્ફોટક બેટિંગ કરી પાવરપ્લેના અંદર જ પોતાની અડધી સદી પુરી કરી હતી. અભિષેકે 14 બોલમાં સિક્સ ફટકારી આ અડધી સદી પુરી કરી અને સાથે આ રેકોર્ડ તોડ્યો છે.
અભિષેકની આ અડધી સદી ભારત તરફથી આ ફોર્મેટમાં બીજા સૌથી ફાસ્ટ રન છે. તેમણે આ મામલે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ પાછળ છોડ્યો છે. જેમણે ગત્ત મહિને સાઉથ આફ્રિકા વિરુદ્ધ 16 બોલમાં આ કમાલ કરી હતી. અભિષેક પોતાના મેન્ટર દિગ્ગજ યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યા ચૂક્યો હતો. તેમણે 12 બોલમાં સિક્સ ફટકારી હતી.ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની 5 મેચની T20 સીરિઝની ત્રીજી મેચ પણ ટીમ ઈન્ડિયાના નામે રહી છે.
ન્યુઝીલેન્ડ વિરુદ્ધ આ ફોર્મેટમાં સૌથી ફાસ્ટ અડધી સદીનો રેકોર્ડ હવે અભિષેકના નામે છે. આ સીરિઝ પહેલા અભિષેકે 22 બોલમાં અડધી સદી ફટકારી હતી. જે કીવી ટીમ વિરુદ્ધ ભારત માટે સૌથી ફાસ્ટ અડધી સદી હતી.બીજી મેચમાં ઈશાન કિશને 21 બોલમાં આ રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. હવે 48 કલાકમાં અભિષેકે માત્ર ઈશાન કિશન પાસેથી આ રેકોર્ડ છીનવ્યો નથી પરંતુ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. આટલું જ નહી અભિષેકે ટી20 ઈન્ટરનેશનલમાં રેકોર્ડ ત્રીજી વખત પાવરપ્લેની અંદર અડધી સદી ફટકારી છે. જે સૌથી વધારે છે.ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલા 154 રનના લક્ષ્યને માત્ર 60 બોલમાં જ હાંસલ કરી લીધો.