
અભિષેક શર્મા હાલમાં બોલરોને ફટકારવાના મૂડમાં છે. વિજય હજારે ટ્રોફીમાં અભિષેક શર્માએ આગામી મેચ પહેલા નેટ્સમાં એક કે બે નહીં પરંતુ 45 છગ્ગા ફટકાર્યા.
મીડિયા રિપોર્ટ અનુસાર, જયપુરના અનંતમ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ દરમિયાન અભિષેકે સ્પિન બોલરોને આડે હાથ લીધા હતા. અભિષેક શર્માએ નેટ્સમાં પ્રેક્ટિસ કરી અને સતત 45 છગ્ગા ફટકાર્યા.
અભિષેકે લગભગ એક કલાક સુધી પ્રેક્ટિસ કરી અને તે સમય દરમિયાન ફ્કતને ફક્ત સ્પિન બોલરોનો સામનો કર્યો. અભિષેકે ઓફ-સ્પિન, લેગ-સ્પિન અને ડાબા હાથના ઓર્થોડોક્સ સ્પિન બોલિંગ સામે પ્રેક્ટિસ કરી હતી.
જણાવી દઈએ કે, અભિષેક જે પિચ પર રમી રહ્યો હતો, તે પિચ ખૂબ જ અલગ હતી. પિચની વાત કરીએ તો, ત્યાં બોલ કંઈક વધારે જ ટર્ન કરી રહ્યો હતો અને ઉછાળો પણ વધારે જોવા મળ્યો હતો.
આમ તો, અભિષેક શર્માને શોર્ટ-લેન્થ બોલિંગ સામે સંઘર્ષ કરવો પડ્યો પરંતુ તેણે પોતાના ફૂટવર્કથી જ બોલર્સને જવાબ આપ્યો હતો. અહેવાલ મુજબ, અભિષેકે સમગ્ર પ્રેક્ટિસ સત્ર દરમિયાન કુલ 45 છગ્ગા ફટકાર્યા હતા.
આ પ્રેક્ટિસ સેશન દરમિયાન કોચ સંદીપ શર્માએ મજાક-મજાકમાં કહ્યું કે, “તું એક્સ્ટ્રા કવર પર સિક્સર ફટકારીને તારી સદી પૂર્ણ કરવા માંગે છે.” ખોટા શોટને અટકાવવા માટે શોર્ટ એક્સ્ટ્રા કવર પર લાલ નેટ મૂકવામાં આવી હતી. જો કે, આમાં અભિષેક શરૂઆતમાં ફસાઈ ગયો હતો પરંતુ પછીથી તે એડજસ્ટ થયો અને સીધા છગ્ગા મારવાનું શરૂ કર્યું.
અભિષેક શર્મા બીજા ખેલાડીઓ કરતાં 45 મિનિટ મોડો પ્રેક્ટિસ માટે પહોંચ્યો હતો. અભિષેક મેદાનની વચ્ચે આવેલી પાંચ પિચોમાંથી એકની નજીક પ્રેક્ટિસ કરવા માંગતો હતો પરંતુ BCCIના નિયમોને કારણે તે આવું કરી શક્યો નહીં.
અભિષેક પહેલા ફાસ્ટ બોલિંગ સામે પ્રેક્ટિસ કરવા માંગતો હતો પરંતુ એક યુવાન બોલર પાંચમા સ્ટમ્પની લાઇન પર બોલિંગ કરતો રહ્યો. અભિષેકે તેને સલાહ આપી, “ભાઈ, તમારે સ્ટમ્પની થોડી નજીક બોલિંગ કરવી જોઈએ.”
અભિષેક શર્માએ લગભગ એક કલાક સુધી પ્રેક્ટિસ કરી હતી. આ સમય દરમિયાન તેણે છગ્ગાનો વરસાદ કર્યો પરંતુ સામે તે 3-4 વખત આઉટ પણ થયો.
Published On - 9:08 pm, Sun, 28 December 25