નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઈ હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરીઝની ચોથી અને અંતિમ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 480 રન બનાવ્યા હતા અને લગભગ બે દિવસ સુધી બેટિંગ કરી હતી. આ પછી ભારતીય ટીમે પણ લગભગ બે દિવસ સુધી બેટિંગ કરી અને 571 રન બનાવ્યા. આ પછી જ મેચ ડ્રો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પાંચમા અને છેલ્લા દિવસે ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં બે વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા.
આ પછી, બંને કેપ્ટન અને મેચ અધિકારીઓએ મેચને ડ્રોમાં સમાપ્ત કરવાનો નિર્ણય લીધો. આવી સ્થિતિમાં આ મેચ નિર્ધારિત સમય કરતાં લગભગ દોઢ કલાક પહેલા સમાપ્ત થઈ ગઈ હતી.મેચ ડ્રો થવા સાથે, ભારતે ચાર મેચની ટેસ્ટ સિરીઝ 2-1થી જીતી લીધી અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર કબ્જો જાળવી રાખ્યો છે.
#TeamIndia have qualified for the ICC World Test Championship Final for the second time in a row.
See you at The Oval 🙌🙌 pic.twitter.com/aMuHh28kGK
— BCCI (@BCCI) March 13, 2023
મેચ ડ્રો થવા સાથે, ભારતે ચાર મેચની ટેસ્ટ સિરીઝ 2-1થી જીતી લીધી અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જાળવી રાખી. આ જીત સાથે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયન ટીમ પહેલા જ ફાઈનલમાં પહોંચી ગઈ હતી. હવે આ બંને ટીમો 7-11 જૂન વચ્ચે ઈંગ્લેન્ડમાં ફાઈનલ મેચ રમશે.
આ મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા પ્રથમ દાવમાં 480 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે તેની પ્રથમ ઇનિંગમાં 571 રન બનાવ્યા હતા. આ રીતે ભારતને 91 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયાને પાંચમા દિવસે પ્રથમ ઝટકો મેટ કુહનેમેનના રૂપમાં લાગ્યો હતો. ટ્રેવિસ હેડે તેની અડધી સદી ફટકારી હતી. માર્નસ લાબુશેને 150 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જે આ સિરીઝની પ્રથમ અડધી સદી છે. હેડ 90 રન બનાવીને આઉટ થયો હતો. લાબુશેન 63 અને સ્મિથ 10 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટે 175 રન બનાવ્યા હતા.
Published On - 9:00 am, Mon, 13 March 23