ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતની હાર, અમદાવાદ ટેસ્ટ મેચ સિરીઝની નિર્ણાયક મેચ બનશે

|

Mar 03, 2023 | 11:00 AM

IND vs AUS Match Report: : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં ઈન્દોરમાં ત્રીજી ટેસ્ટ મેચ ચાલી રહી હતી. જેમાં ભારતની હાર થઈ છે આ સાથે અમદાવાદની ચોથી અને અંતિમ મેચ સિરીઝની નિર્ણાયક મેચ બનશે.

ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતની હાર, અમદાવાદ ટેસ્ટ મેચ સિરીઝની નિર્ણાયક મેચ બનશે
Border-Gavaskar Trophy

Follow us on

ભારતમાં ફેબ્રુઆરી મહિનાથી ઓસ્ટ્રેલિયા-ભારત વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝની શરુઆત થઈ હતી. પહેલી 2 ટેસ્ટ મેચમાં જીત મેળવ્યા બાદ ત્રીજી મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડયો હતો. ફરી એકવાર ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ ત્રીજા દિવસે જ ખત્મ થઈ ગઈ હતી. બીજા દાવ બાદ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે 76 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે આ ટાર્ગેટ 1 વિકેટ ગુમાવી ચેઝ કરી લીધો હતો.

ત્રીજા દિવસની પ્રથમ ઓવરના બીજા બોલ પર જ અશ્વિને વિકેટ લઈને ભારતીય ફેન્સને ખુશ કર્યા હતા. પણ 1 વિકેટ ગુમાવ્યા બાદ પણ ઓસ્ટ્રેલિયાની ટીમે મેચ પર પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે 1 વિકેટના નુકશાન સાથે 78 રન બનાવીને ત્રીજી ટેસ્ટ મેચ જીતી લીધી હતી.

અમદાવાદ ટેસ્ટ મેચ બનશે નિર્ણાયક

ભારત આ સમયે 2-1થી આગળ છે. અમદાવાદમાં 9 માર્ચથી 13 માર્ચ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાશે. જો આ મેચ પર ઓસ્ટ્રેલિયા જીતશે તો સિરીઝ 2-2થી બરાબર થઈ જશે. ભારતીય ટીમને સિરીઝ જીતવા માટે અમદાવાદ ટેસ્ટ જીતવી જરુરી છે. ચોથી ટેસ્ટ મેચને લઈને હમણાથી જ ફેન્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ ટેસ્ટ મેચ માટે ટિકિટ બુકિંગ પણ શરુ થઈ ગઈ છે. ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારત અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી અમદાવાદના સ્ટેડિયમમાં હાજર રહેશે.

રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?
બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન

ત્રીજા દિવસે પ્રથમ સેશનમાં જ ખેલ ખત્મ

ભારતીય ટીમ બીજો દાવમાં બીજા દિવસે 163 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને આ સાથે જ દિવસની રમત સમાપ્ત કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ભારતે પ્રથમ દાવમાં 109 રન બનાવ્યા હતા. તે જ સમયે, ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગમાં 197 રન બનાવ્યા હતા અને 88 રનની લીડ મેળવી હતી. આ પછી ભારતે તેનો બીજો દાવ પૂરો કર્યો જે બાદ તેણે ઓસ્ટ્રેલિયાને 76 રનનો ટાર્ગેટ આપ્યો. આ વિકેટ પર આ લક્ષ્યને સરળ કહી શકાય નહીં કારણ કે આ વિકેટ સ્પિનરો માટે મદદરૂપ છે અને આવી સ્થિતિમાં ભારત પાસે ત્રણ ઉત્તમ સ્પિનરો છે. રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલની સામે પણ જો કે ઓસ્ટ્રેલિયાને આની કોઈ અસર થઈ ન હતી અને સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

જો કે ભારતે ત્રીજા દિવસની પ્રથમ ઓવરમાં ઉસ્માન ખ્વાજાને આઉટ કરી દીધો હતો અને એવું લાગી રહ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયા પર ભારે પડશે, પરંતુ ટ્રેવિસ હેડ અને માર્નસ લેબુશેને વધુ વિકેટ પડવા દીધી ન હતી અને પોતાની ટીમને જીત અપાવી હતી. હેડ 53 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 49 રન બનાવીને પરત ફર્યો હતો. તે જ સમયે, લાબુશેને 58 બોલમાં અણનમ 28 રન બનાવ્યા હતા.

 

Published On - 10:48 am, Fri, 3 March 23

Next Article