બોર્ડર ગાવસ્કર ટ્રોફીને લઈને હાલમાં મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. હાલમાં એવી વાત સામે આવી હતી કે બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટેની ત્રીજી મેચનું વેન્યૂ બદલાઈ શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ ધર્મશાલામાં યોજાવાની હતી.પણ ત્રીજી ટેસ્ટ માટે ધર્મશાલાનું મેદાન તૈયાર ન હોવાથી ત્રીજી ટેસ્ટ મેચના વેન્યૂમાં ફેરફાર થયો છે. હવે આ ટેસ્ટ મેચ મધ્યપ્રદેશના ઇન્દોરમાં રમાશે. બીસીસીઆઈ આ માહિતી ટ્વિટ કરીને આપી છે.
બીજી ટેસ્ટ મેચ 17થી 21 ફેબ્રુઆરી વચ્ચે દિલ્હીમાં રમાશે. ત્રીજી ટેસ્ટ મેચ 1થી 5 માર્ચ વચ્ચે હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં રમાશે. જ્યારે અંતિમ મેચ 9થી 13 માર્ચ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરમાં 9થી 13 ફેબ્રુઆરી વચ્ચે યોજાઈ હતી.
NEWS – Venue for third Test of the @mastercardindia Australia tour of India for Border-Gavaskar Trophy shifted to Indore from Dharamsala. #INDvAUS
More details here – https://t.co/qyx2H6N4vT pic.twitter.com/N3W00ukvYJ
— BCCI (@BCCI) February 13, 2023
નાગપુરમાં પ્રથમે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ બેટિંગ કરતા માત્ર 177 રનમાં જ ઓલઆઉટ થયુ હતુ. રવિન્દ્ર જાડેજા આ દરમિયાન 5 વિકેટને લધી હતી. ત્યાર બાદ ભારતે રોહિત શર્માની સદીની મદદથી ઓસ્ટ્રેલિયા સામે મજબૂત લીડ મેળવવાનો પાયો રચ્યો હતો. અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા બંનેએ અડધી અડધી સદી નોંધાવી હતી. અક્ષર પટેલે 84 રનની ઈનીંગ રમી હતી. ભારતીય ટીમે ટેસ્ટ મેચના ત્રણેય દિવસ બેટિંગ કરી હતી અને વિશાળ લીડ મેળવી હતી.
પ્રથમ ઈનીંગમાં 400 રનનો સ્કોર નોંધાવ્યો હતો. આમ ભારતે 223 રનની લીડ મેળવી હતી. પરંતુ ભારતીય દિગ્ગજ અશ્વિનની બોલિંગ સામે કાંગારુ ટીમે ઝડપથી સમેટાઈ જતા ત્રીજા દિવસે ટેસ્ટનુ પરીણામ સામે આવ્યુ હતુ.બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતે એક ઈનીંગ અને 132 રનથી વિજય મેળવ્યો હતો.
19 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ 93 રનના સ્કોર પર સમેટાઈ ગયુ હતુ. આ બીજો નિચો સ્કોર નોંધાયો છે, જેમાં ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 91 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયા 2004માં ભારત સામે 93 રનમાં જ ઓલઆઉટ થયુ હતુ.
અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિને કમાલની બોલિંગ કરતા ઓસ્ટ્રેલિયનોને એક બાદ એક પેવેલિયનનો રસ્તો મપાવ્યો હતો. અશ્વિને ઓસ્ટ્રેલિયન ટીમના ઓપનર ઉસ્માન ખ્વાજા અને ડેવિડ વોર્નરને વારાફરતી પેવેલિયન મોકલ્યા હતા. ખ્વાજાના રુપમાં ભારતને પ્રથમ સફળતા 7 રનના ઈનીંગ સ્કોર પર મળી હતી. ખ્વાજાએ 5 રન નોંધાવ્યા હતા. ડેવિડ વોર્નરે 41 બોલનો સામનો કરીને 10 રન નોંધાવ્યા હતા. જેનો શિકાર અશ્વિને કર્યો હતો.
મેટ રેનશો (2 રન, 7 બોલ), પીટર હેન્ડ્સકોમ્બ, (6 રન, 6 બોલ) અને વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરી (10 રન, 6 બોલ)નો શિકાર અશ્વિને કર્યો હતો. અશ્વિને કમાલની બોલિંગ કરીને પોતાની ફિરકીની જાળમાં 5 કાંગારુઓનો શિકાર કર્યો હતો.