એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત હવેથી થોડા સમયમાં જ થવાની છે. આ માટે દિલ્હીમાં ભારતીય પસંદગીકારોની બેઠક યોજાશે. અજીત અગરકરની અધ્યક્ષતામાં શરૂ થનારી આ બેઠકમાં ટીમના કોચ અને કેપ્ટન પણ જોડાશે. પ્રાપ્ત માહિતી અનુસાર એશિયા કપ (Asia cup) માટે 17 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. આ ટીમ સિલેક્શન મીટિંગમાં કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર ચર્ચામાં રહેશે. આ બંને ખેલાડીઓ કેટલા ફિટ છે અને મેચ રમવા માટે કેટલા તૈયાર છે, આ બાબતોને ધ્યાનમાં રાખીને જ તેઓને એશિયા કપ માટે પસંદ કરવામાં આવશે.
આ પણ વાંચો : BWF World Championship: સાત્વિક-ચિરાગ ફરી કરશે ધમાલ, લક્ષ્ય સેન કરશે ધમાકો, સિંધુ-શ્રીકાંતનું શું થશે?
હવે સવાલ એ છે કે, રાહુલ અને અય્યરને લઈને, તમને જણાવી દઈએ કે, મીડિયા રિપોર્ટ મુજબ કે.એલ રાહુલ પર જે અપડેટ છે, તેનું એશિયા કપમાં રમવું મુશ્કિલ લાગી રહ્યું છે. તો શ્રેયસ અય્યરને સિલેક્શન આ વાત પર નિર્ભર કરશે કે, તે કેટલા મેચ માટે ફિટ છે, તમને જણાવી દઈએ કે, કેટલાક મહિના પહેલા રાહુલની હેમસ્ટ્રિગ સર્જરી થઈ હતી. જ્યારે અય્યર પણ ઈજામાંથી બહાર આવ્યો છે. બંન્ને ખેલાડી લાંબા સમયથી ક્રિકેટના મેદાનથી દુર છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે. સિલેક્શન કમિટી પહેલા આ બંન્ને ખેલાડીઓના ફિટનેસ રિપોર્ટ જોશે. ત્યારબાદ ફાઈનલ નિર્ણય લેશે.
NCAના મેડિકલ સાયન્સ એન્ડ મેડિસિન હેડ નીતિન પટેલ રાહુલ અને ઐયર બંનેના ફિટનેસ રિપોર્ટ પસંદગી સમિતિને સોંપશે. નીતિને જ બુમરાહનો ફિટનેસ રિપોર્ટ આપ્યો હતો, જેણે આયર્લેન્ડમાં ખળભળાટ મચાવ્યો છે.
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ સિલેક્શન કમિટિ રાહુલ અને અય્યરને લઈ કોઈ જલ્દી કરવા માંગતુ નથી. તે આ બંન્નેને લઈ કોઈ રિસ્ક લેવા માંગતુ નથી. તે કોઈ પણ મેચ રમાડ્યા વગર આ બંન્ને ખેલાડીઓને સીધા એશિયા કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં ઉતારવા માટે તૈયાર દેખાઈ રહ્યું નથી. પરંતુ અય્યરનું ટીમ સિલેક્શન એ વાત પર નિર્ભર કરે છે કે, ટીમ મેનેજમેન્ટ નંબર-4ને લઈ શું વિચારી રહ્યું છે કે, તે કેટલો ફિટ છે.