ભારતે શ્રીલંકા સામેની બીજી T20 મેચ જીતી લીધી છે. આ સાથે તેણે 3 T20 શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ પણ મેળવી લીધી હતી. પરંતુ, તે પછીના સમાચાર થોડા પરેશાન કરનાર છે. કારણ ઈશાન કિશન (Ishan Kishan)હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે. ભારતના વિકેટ કીપર બેટ્સમેનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તે કાંગડાની ફોર્ટિસ હોસ્પિટલ (Fortis Hospital)માં દાખલ છે. તેના હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ પણ મેચ સાથે જોડાયેલું છે.મેચ દરમિયાન એક ખતરનાક બાઉન્સર તેના હેલ્મેટને વાગ્યું હતું. બોલ તેના હેલ્મેટ પર વાગ્યો હતો, જેના પછી મેચ થોડીવાર માટે રોકી દેવામાં આવી હતી.
બોલ હેલ્મેટ સાથે અથડાયા બાદ પણ ઈશાને મેચમાં પોતાની બેટિંગ આગળ ચાલુ રાખી હતી. પરંતુ, હવે સમાચાર છે કે તે હોસ્પિટલમાં દાખલ છે. હાલમાં પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતના વિકેટ કીપર બેટ્સમેનનું સીટી સ્કેન કરવામાં આવ્યું છે.
ઈશાન કિશનને વાગવાની ઘટના બની ત્યારે ભારતીય ઈનિંગની ચોથી ઓવરની છે. આ ઓવરો શ્રીલંકાના ફાસ્ટ બોલર લાહિરુ કુમારાએ ફેંકી હતી. તેણે આ ઓવરનો બીજો બોલ ઝડપી બાઉન્સરથી ફેંક્યો. આ બોલની ઝડપ 146 કિલોમીટર પ્રતિ કલાક હતી. ઈશાન આટલી ઝડપી બાઉન્સરને રમવાનુ ચુકી ગયા અને તેણે હેલ્મેટ તેના કપાળ પાસે અથડાયું.
બોલ વાગ્યા બાદ ઈશાનની આંખો સામે અંધકાર છવાઈ ગયો અને તે થોડીવાર મેદાન પર બેસી રહ્યો. આ દરમિયાન શ્રીલંકાના ખેલાડીઓ પણ તેની હાલત લેવા આવ્યા હતા. ફિઝિયોએ મેદાનમાં આવીને ઈશાનની તપાસ કરી, ત્યારબાદ તે ફરીથી બેટિંગ કરવા ગયો.
Ishan Kishan admitted in Fortis Hospital, Kangra. He had taken a hit on his helmet by a nasty Lahiru Kumara bouncer. CT scan done. #INDvSL
— Subhayan Chakraborty (@CricSubhayan) February 26, 2022
જોકે, લખનૌમાં જે રીતે ઇશાનની ઇનિંગ્સ ધર્મશાલાની બીજી T20માં જોવા મળી હતી તે રીતે જોવા મળી ન હતી. તે અહીં થોડો અસ્વસ્થ દેખાતો હતો. તે 15 બોલમાં માત્ર 16 રન બનાવીને આઉટ થયો હતો. તેની વિકેટ પણ લાહિરુ કુમારાએ લીધી હતી. મતલબ કે જેના બોલ પર તે ઇજાગ્રસ્ત થયો હતો અને હવે તે જ ઇજાને કારણે હોસ્પિટલમાં દાખલ છે, તે જ બોલરે તેને મેદાન પર ડગઆઉટ તરફ પણ દોરી ગયો હતો.
આ પણ વાંચો :Russia Ukraine War: યુક્રેનની મદદ માટે આગળ આવ્યા ફ્રાન્સ સહિત ઘણા દેશ, જર્મની મોકલશે એન્ટી ટેન્ક હથિયાર
Published On - 8:06 am, Sun, 27 February 22