વનડે શ્રેણી પહેલા ભારતને મોટો ઝટકો, 2 ખેલાડીઓ આફ્રિકા પ્રવાસમાંથી બહાર

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રવિવારથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થઈ રહી છે. આ સિરીઝ શરૂ થતા પહેલા જ ભારતને આંચકો લાગ્યો છે. તેમનો એક મહત્વનો ખેલાડી આ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. આ સિવાય 26 ડિસેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણીને લઈને પણ ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.

વનડે શ્રેણી પહેલા ભારતને મોટો ઝટકો, 2 ખેલાડીઓ આફ્રિકા પ્રવાસમાંથી બહાર
Team India
| Updated on: Dec 16, 2023 | 11:41 AM

ભારતીય ક્રિકેટ ટીમ રવિવારથી દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની વનડે શ્રેણીમાં ભાગ લેશે. ટીમ ઈન્ડિયાએ આ પ્રવાસની શરૂઆત T20 શ્રેણીથી કરી હતી જે 1-1થી બરાબર રહી હતી. હવે નજર વનડે શ્રેણી જીતવા પર છે. પરંતુ શ્રેણી શરૂ થવાના એક દિવસ પહેલા જ ભારતને આંચકો લાગ્યો હતો. તેના બે મહત્વના ખેલાડીઓ આ પ્રવાસમાંથી બહાર થઈ ગયા છે.

બે ફાસ્ટ બોલરો થયા બહાર

આ બંને ફાસ્ટ બોલર છે. એક દીપક ચહર અને બીજો મોહમ્મદ શમી. દીપક ODI ટીમનો ભાગ હતો પરંતુ તેણે આ સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જ્યારે શમી ટેસ્ટ ટીમનો ભાગ હતો, પરંતુ તે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. BCCIએ એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે.

ઈજાના કારણે શમીને આરામ આપવામાં આવ્યો

શમીએ તાજેતરના વનડે વર્લ્ડ કપમાં શાનદાર બોલિંગ કરી હતી. તે ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. આ પછી તેને ઈજા થઈ હોવાથી આરામ આપવામાં આવ્યો હતો. આ કારણે તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર જઈ શકશે નહીં.

દીપક ચહર સિરીઝમાંથી થયો બહાર

દીપક ચહરે પારિવારિક કારણોસર આ પ્રવાસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ભારતમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પાંચ મેચની T20 શ્રેણીની છેલ્લી બે મેચ માટે તેને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. તે ચોથી મેચમાં પણ રમ્યો હતો પરંતુ પાંચમી મેચમાં ઘરે પાછો ફર્યો હતો. એવા અહેવાલો આવ્યા હતા કે તેના પિતાની તબિયત સારી નથી. આ કારણોસર દીપક દક્ષિણ આફ્રિકાના પ્રવાસે પણ ગયો ન હતો. પહેલા તે T20 સિરીઝમાંથી બહાર થયો અને હવે વનડે શ્રેણીમાં પણ રમી શકશે નહી.

BCCIએ આપી જાણકારી

BCCIએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે શમી મેડિકલ ઈમરજન્સીને કારણે પોતાનું નામ પાછું ખેંચી રહ્યો છે. શમી અંગે બીસીસીઆઈએ કહ્યું કે શમીનું ટેસ્ટ સિરીઝમાં રમવું તેની ફિટનેસ પર નિર્ભર હતું અને તે બીસીસીઆઈની મેડિકલ ટીમનો ટેસ્ટ ક્લિયર કરી શક્યો નથી, તેથી તે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.

આ ખેલાડીને ટીમમાં સ્થાન મળ્યું

દીપક ચહરે ODI શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધા બાદ પસંદગી સમિતિએ આકાશ દીપને તેની જગ્યાએ ODI ટીમમાં સ્થાન આપ્યું છે. બંગાળનો આકાશ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે. જોકે, BCCIએ હજુ સુધી શમીના રિપ્લેસમેન્ટ અંગે કંઈ કહ્યું નથી.

આ પણ વાંચો: શું રોહિત શર્માનું સુકાની પદ છોડવું નિશ્ચિત હતું? વર્લ્ડ કપની હાર બાદ તેને હટાવવાની યોજના!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો