England: ઇંગ્લેન્ડ ટીમનો વધુ એક સ્ટાર ખેલાડી ઘાયલ, હવે 5 મહિના ક્રિકેટથી દુર રહેવુ પડશે, IPL 2022માં પણ નહી થઇ શકે સામેલ

|

Jan 12, 2022 | 9:46 AM

એશિઝ શ્રેણી (Ashes Series) હવે તેના અંતિમ મુકામ પર પહોંચી ગઈ છે. હોબાર્ટ (Hobart Test) માં છેલ્લી એશિઝ મેચ 14 જાન્યુઆરીથી શરૂ થશે.

England: ઇંગ્લેન્ડ ટીમનો વધુ એક સ્ટાર ખેલાડી ઘાયલ, હવે 5 મહિના ક્રિકેટથી દુર રહેવુ પડશે, IPL 2022માં પણ નહી થઇ શકે સામેલ
Tom Curran stress fracture news

Follow us on

ઈંગ્લેન્ડની ટીમ (England Cricket Team) ઓસ્ટ્રેલિયા (Australia) ના પ્રવાસે છે. તેનું કારણ છે એશિઝ શ્રેણી (Ashes 2021), જે હવે તેના છેલ્લા મુકામ પર પહોંચી ગઈ છે. હોબાર્ટ (Hobart Test) માં છેલ્લી એશિઝ મેચ 14 જાન્યુઆરીથી શરૂ થશે. પરંતુ, તે પહેલા તેના ઈજાગ્રસ્ત ખેલાડીઓની સંખ્યા વધી રહી છે. જોસ બટલર ઈજાના કારણે પહેલા જ 5મી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને સેમ બિલિંગ્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

જોકે, સારા સમાચાર એ છે કે આ ઈજાગ્રસ્ત ઈંગ્લિશ ખેલાડીને એશિઝ શ્રેણી સાથે કોઈ લેવાદેવા નથી. ઓસ્ટ્રેલિયાની T20 લીગમાં રમતી વખતે તેને ઈજા થઈ હતી. એટલે કે તે ત્યાં બિગ બેશ રમી રહ્યો હતો. અમે વાત કરી રહ્યા છીએ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર ટોમ કુરન (Tom Curran) વિશે, જે આગામી 5 મહિના સુધી ક્રિકેટથી દૂર રહેવાના અહેવાલ છે.

સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ટોમ કુરનને તેની પીઠના નીચેના ભાગમાં ફ્રેક્ચર છે, જેના કારણે તે આ વર્ષના ઓછામાં ઓછા જૂનના અંત સુધી ક્રિકેટથી દૂર રહેશે. 15 ડિસેમ્બર 2021ના રોજ બિગ બેશમાં રમાયેલી મેચમાં ટોમ કરનને આ ઈજા થઈ હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ મેચ મેલબોર્ન સ્ટાર્સ સામે હતી, જેમાં કરન સિડની સિક્સર્સ ટીમનો ભાગ હતો. મેચ દરમિયાન કરનને ખૂબ પિડા વર્તાઇ હતી, જે બાદ તેને ઈંગ્લેન્ડમાં પોતાના ઘરે પરત ફરવું પડ્યું હતું. ઈંગ્લેન્ડ પરત ફર્યા પછી, તેણે લંડનમાં સ્કેન કરાવ્યું, જેમાં ઈજાની ગંભીરતા જાણવા મળી.

ટોમ કરણ IPL માં પણ રમી શકશે નહીં

ટોમ કરણની ઈજા અને તેના કારણે આગામી 5 મહિના સુધી ક્રિકેટથી દૂર રહેવાનો અર્થ એ છે કે તે આ વર્ષે પણ આઈપીએલમાં રમી શકશે નહીં. સરે ક્લબે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે 26 વર્ષીય બોલિંગ ઓલરાઉન્ડર હવે વાઇટાલિટી બ્લાસ્ટ સાથે ક્રિકેટમાં પરત ફરે તેવી શક્યતા છે. ઈંગ્લેન્ડના ઈજાગ્રસ્ત ખેલાડીઓમાં વધુ એક નામ ઉમેરાયું છે ટોમ કુરન. તેના પહેલા તેના નાના ભાઈ સેમ કુરાન, ઝડપી બોલર જોફ્રા આર્ચરનું નામ ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદીમાં સામેલ છે.

 

આ પણ વાંચોઃ IND vs SA: વિરાટ કોહલીએ તોડ્યો સૌરવ ગાંગુલીનો રેકોર્ડ, દક્ષિણ આફ્રિકામાં આ મામલે નંબર 1 બન્યો એશિયાઇ કેપ્ટન

 

આ પણ વાંચોઃ Sabarkantha: ગુજરાતના આ ગામડાં એ પાણી માટે મીટર અપનાવતા જ મળ્યા એક નહીં અનેક ‘લાભ’, હવે ભારત સરકાર પુરસ્કાર આપશે

Published On - 9:24 am, Wed, 12 January 22

Next Article