
આધુનિક ક્રિકેટમાં જો એવા ખેલાડીઓની યાદી બનાવવામાં આવે જેમણે એકલા હાથે પોતાના દમ પર મેચને પલટી નાખી હોય તો તેમા બેન સ્ટોક્સનું નામ સૌથી ઉપર રહેશે. 2019ના વર્લ્ડ કપ ફાઈનલની ઐતિહાસિક જીત હોય કે હેડિંગ્લે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ચમત્કારિક જીત કે બેઝબોલ યુગમાં ઈંગલેન્ડની આક્રમક ટેસ્ટ ક્રિકેટ, સ્ટોક્સે દરેક વખતે સાબિત કર્યુ છે કે પ્રેશર ગમે તેટલુ કેમ ન હોય, તેની રમત વધુ નિખરીને બહાર આવશે. પરંતુ સ્ટોક્સની ક્રિકેટ કેરિયર તેની પ્રતિભા ઉપરાંત વિવાદો, માનસિક સંઘર્ષ, ડિસિપ્લીન સંબંધી સવાલો સહિત અનેક કઠિન સમયમાંથી પસાર થઈ. આ જ કારણ છે કે તેને ક્રિકેટનો સૌથી જટિલ અને પ્રભાવશાળી કિરદાર માનવામાં આવે છે. મેદાન પર બેમિસાલ, મેદાન બહાર વિવાદોમાં ઘેરાયેલો રહ્યો સ્ટોક્સ ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટ ચર્ચ માં જન્મેલ સ્ટોક્સનું ફેમિલી તે બહુ નાનો હતો ત્યારથી ઈંગ્લેન્ડમાં શિફ્ટ થઈ ગયુ. ડાબા હાથે તોફાની બેટીંગ અને જમણા હાથના ફાસ્ટ બોલર ના રૂપે સ્ટોક્સે બહુ જલદી અલગ જ ઓળખ બનાવી લીધી. પરંતુ તેની કરિયરનો બીજો હિસ્સો હંમેશા વિવાદોમાં જોડાયેલો...
Published On - 9:13 pm, Mon, 29 June 26