ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા લાહોરથી 305 કિલોમીટર દૂર આ વિસ્તારમાં જશે પાકિસ્તાની ટીમ

|

Nov 18, 2023 | 9:04 AM

30મી નવેમ્બરે ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતા પહેલા નવા ટેસ્ટ કેપ્ટન શાન મસૂદના નેતૃત્વમાં પાકિસ્તાની ટીમ લાહોરથી 305 કિલોમીટરના અંતરે થોડા દિવસો પસાર કરવા જઈ રહી છે. આ પાછળ પાક ટીમનો હેતુ શું છે? અને, તે આવું કેમ કરવા જઈ રહ્યું છે? જાણો અમારા આ અહેવાલમાં.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા લાહોરથી 305 કિલોમીટર દૂર આ વિસ્તારમાં જશે પાકિસ્તાની ટીમ
Pakistan team

Follow us on

પાકિસ્તાન ક્રિકેટ ટીમ તેની આગામી શ્રેણી ઓસ્ટ્રેલિયામાં રમવા જઈ રહી છે. આ પ્રવાસ 14 ડિસેમ્બરથી શરૂ થશે, જેના માટે પાકિસ્તાનની ટીમ 30 નવેમ્બરે ઈસ્લામાબાદથી ઉડાન ભરશે. આ પ્રવાસમાં 14 ડિસેમ્બર 2023 થી 7 જાન્યુઆરી 2024 સુધી 3 ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. આ સીરીઝ રમવા ઓસ્ટ્રેલિયા જતા પહેલા પાકિસ્તાનની ટીમ લાહોરથી 305 કિલોમીટરના અંતરે 6 દિવસ પસાર કરશે.

લાહોરથી 305 કિમી દૂર પાકિસ્તાનની ટીમ ક્યાં જશે?

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા લાહોરથી 305 કિલોમીટર દૂર રાવલપિંડીમાં પાકિસ્તાની ટીમનો 6 દિવસનો કેમ્પ યોજાવા જઈ રહ્યો છે. આ કેમ્પનો હેતુ ખેલાડીઓની તૈયારીમાં સુધારો કરવાનો, તેમની વચ્ચે તાલમેલ વધારવાનો અને તેમની ફિટનેસની ચકાસણી કરવાનો છે. નવા ટેસ્ટ કેપ્ટન શાન મસૂદના નેતૃત્વમાં પાકિસ્તાની ટીમ માટે આ કેમ્પ મહત્વનો સાબિત થવાનો છે.

રાવલપિંડીમાં 6 દિવસીય કેમ્પ કેમ યોજાશે?

રાવલપિંડીમાં પાકિસ્તાની ટીમનો કેમ્પ 22 નવેમ્બરથી શરૂ થશે અને 28 નવેમ્બર સુધી ચાલશે. તમને જણાવી દઈએ કે પહેલા આ કેમ્પ લાહોરમાં યોજાવાનો હતો પરંતુ ત્યાં સ્મોગના કારણે બગડતી પરિસ્થિતિને જોતા કેમ્પનું સ્થળ રાવલપિંડી શિફ્ટ કરવામાં આવ્યું હતું.

શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો

ઓસ્ટ્રેલિયા vs પાકિસ્તાનનો કાર્યક્રમ

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પાકિસ્તાને 14 થી 18 ડિસેમ્બર દરમિયાન પર્થમાં પ્રથમ ટેસ્ટ રમવાની છે. ત્યારબાદ બીજી ટેસ્ટ 26-30 ડિસેમ્બર દરમિયાન મેલબોર્નમાં યોજાશે. ત્રીજી અને છેલ્લી ટેસ્ટ 3 થી 7 જાન્યુઆરી 2024 દરમિયાન સિડનીમાં રમાશે. શ્રેણીની શરૂઆત પહેલા પાકિસ્તાની ટીમ 6-9 જાન્યુઆરી દરમિયાન એક પ્રેક્ટિસ મેચ પણ રમશે.

વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનનું ખરાબ પ્રદર્શન

હાલમાં ચાલી રહેલ વનડે વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનની ટીમ સેમી ફાઈનલમાં પણ ન પહોંચી શકી અને વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ હતી. જે બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પ્રદર્શન પર સતત સવાલો ઉઠી રહ્યા છે. એવામાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા પાકિસ્તાની ખેલાડીઓ માટે આ કેમ્પ એક વર્લ્ડ કપ હાર ભૂલી ફરી એકવાર નવી શરૂઆત કરવા માટે જરૂરી માનવામાં આવી રહ્યો છે.

બાબર આઝમે છોડી કપ્તાની

વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ત્રણેય ફોર્મેટમાં કપ્તાની છોડી દીધી હતી, જે બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ટીમમાં ધખમ ફેરફારો જોવામાં આવ્યા હતા અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટેસ્ટ અને ટી20ના નવા કેપ્ટનની જાહેરાત કરી હતી. હવે આ કેમ્પમાં નવા કપ્તાન સાથે પાકિસ્તાન નવી રણનીતિ તૈયાર કરશે અને ઓસ્ટ્રેલિયા સીરિઝ માટે તૈયાર થશે.

આ પણ વાંચો: ન્યુઝીલેન્ડ વર્લ્ડ કપમાંથી બહાર, છતાં તેનો આ ખેલાડી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની રમત બગાડશે!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article