IND vs SA: રાજકોટમાં રમાશે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 મેચ, BCCI એ શ્રેણીની તૈયારી શરુ કરી

|

Mar 03, 2022 | 10:58 AM

IPL 2022 બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતનો પ્રવાસ ખેડનારી છે. ભારતીય ટીમ (Team India) નુ શિડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે, અને આ વ્યસ્તતા વચ્ચે દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે આવનાર છે.

IND vs SA: રાજકોટમાં રમાશે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 મેચ, BCCI એ શ્રેણીની તૈયારી શરુ કરી
India Vs South Africa: 5 સ્થળો પર રમાનારી છે T20 સિરીઝ

Follow us on

આવતીકાલે શુક્રવાર થી ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે ટેસ્ટ મેચની શરુઆત થનારી છે. બે ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટ મોહાલી (Mohali Test) માં રમાનાર છે. જ્યારે બીજી ટેસ્ટ બેંગ્લુરુમાં રમાનારી છે. ભારતીય ટીમ (Indian Cricket Team) ના ખેલાડીઓ ટેસ્ટ સિરીઝ બાદ આઇપીએલમાં રમવા ઉતરશે. IPL 2022 બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતનો પ્રવાસ ખેડનારી છે. ભારતીય ટીમનુ શિડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે, અને આ વ્યસ્તતા વચ્ચે દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે આવનાર છે. આ માટેનુ આયોજન પણ BCCI ઘડી રહ્યુ છે. બંને ટીમો વચ્ચે 5 T20 મેચોની સિરીઝ રમાનારી છે. જેમાં એક મેચ રાજકોટના સ્ટેડિયમમાં રમાનાર હોવાના રીપોર્ટ છે.

ટી20 વિશ્વકપ પહેલા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ ટી20 સિરીઝ ખૂબ મહત્વની છે. આ સિરીઝ માટે બીસીસીઆઇએ મેચો ક્યાં આયોજીત કરવામાં આવનાર છે તે સ્થળના પણ એલાન કરી દેવામાં આવ્યા છે. બંને ટીમો વચ્ચે આ સિરીઝ આમ તો ગત જાન્યુઆરી માસમાં દક્ષિણ આફ્રિકામાં જ રમાનારી હતી. પરંતુ ઓમિક્રોન વાયરસના વધેલા ફેલાવાને લઇને ભારતીય ટીમના દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં શ્રેણીને બંને બોર્ડે નિર્ણય કરીને મોકૂફ જાહેર કરી હતી. જે હવે આઇપીએલ ટૂર્નામેન્ટ બાદ ભારતમાં જૂનમાં રમાનાર છે.

મીડિયા રિપોર્ટનુસાર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી 5 મેચોની ટી20 સિરીઝ ભારતમાં પાંચ સ્થળો પર રમાનાર છે. આ માટેના સ્થળ નક્કિ કરી લેવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ પણ બંને દેશો વચ્ચેની શ્રેણીને લઇ આયોજન હાથ ધરી ચુક્યુ છે. જે આયોજનની શરુઆતના ભાગરુપે જ સ્થળની પસંદગી નક્કી કરી લેવામાં આવી છે. આ સ્થળો પર જૂન માસના બીજા સપ્તાહની શરુઆત થી સિરીઝ રમાઇ શકે છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

આ પાંચ સ્થળો પર રમાશે શ્રેણી

રિપોર્ટનુસાર આ શ્રેણીના આયોજન માટે નક્કિ કરવામાં આવેલા સ્થળો પૈકી એક સ્થળ ગુજરાતનુ રાજકોટ છે. રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મેચ મળવાને લઇને સ્થાનિક ક્રિકેટ રસિકોને માટે પણ બોર્ડનો નિર્ણય ખુશ કરનારો છે. બોર્ડ દ્વારા પાંચેય મેચને પાંચ અલગ અલગ સ્થળો પર રમાડવામાં આવનાર છે. જે માટે કટક, વિશાખાપટ્ટનમ, દિલ્હી, રાજકોટ અને ચેન્નાઇની પસંદગી કરવામાં આવી છે. આમ લાંબા સમય બાદ હવે ક્રિકેટ મેચનુ આયોજન તેના મૂળ સ્વરુપના આયોજન મુજબ જોવા મળશે. એટલે કે દરેક મેચ નવા સ્થળે રમાતી જોવા મળશે. આમ દેશમાં ચારેકોર ક્રિકેટના રસિયાઓને ઘર આંગણે ક્રિકેટનો આનંદ માણવાનો મોકો મળશે.

 

આ પણ વાંચોઃ Ukrain: દેશ પર આફત સામે લડવા યુક્રેનના ખેલાડીઓ યુદ્ધના મેદાને ઉતરશે, વિશ્વ ચેમ્પિયન થી લઇ ઓલિમ્પિક મેડાલીસ્ટ સેના સાથે જોડાયા

આ પણ વાંચોઃ Vladimir Putin ને જ્યારે એક મહિલા ખેલાડીએ ભોંય પર પછાડી દીધા, કંઇક આમ જોવા મળ્યા હતા રશિયન પ્રમુખ Video

 

 

 

Published On - 10:57 am, Thu, 3 March 22

Next Article