આ મહિનાથી શરૂ થઈ રહેલા ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આમ તો આ વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં આ પહેલા આયોજીત થવાનો હતો. જોકે કોરોનાને કારણે તે રદ કરવામાં આવ્યો હતો. આ પછી તે BCCI ની પાસે આયોજન આવ્યુ હતુ. જે UAE અને ઓમાનમાં તેનું આયોજન થઇ રહ્યું છે. BCCI એ આ ટુર્નામેન્ટની ટિકિટ વેચવાના અધિકાર ઓમાન અને ECB ને આપ્યા છે. તેમને આશા છે કે આ 33 દિવસની ઇવેન્ટની ટિકિટોનુ વેચાણ સારુ થશે.
UAE ક્રિકેટ બોર્ડ (ECB) ને 39 મેચોનું આયોજન કરવા માટે સાત મીલીયન ડોલર આપવામાં આવશે. આ સાથે જ ઓમાન ક્રિકેટને પ્રથમ રાઉન્ડની છ મેચ માટે ત્રણ કરોડ રૂપિયા આપવામાં આવશે. આમ છતાં, BCCI ને તેનાથી 12 મીલીયન ડોલરનો ફાયદો થશે. BCCI ની એેપેક્સ કાઉન્સીલે આ અંગે જણાવ્યું છે.
BCCI ની એેપેક્સ કાઉન્સીલે એમ પણ કહ્યું કે આ ટુર્નામેન્ટનો કુલ ખર્ચ 25 મીલીયન $ (1 અબજ રૂપિયા 86 કરોડ) છે. આ 12 મીલીયન $ એટલે કે નિયત ખર્ચ કરતાં 89 કરોડ વધુ છે. જો કે તે હજુ પણ આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં, T20 વર્લ્ડ કપ પર ખર્ચવામાં આવનાર કિંમત કરતાં ઓછી છે. BCCI એ આ ઇ-મેઇલમાં જણાવ્યું હતું કે, ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને UAE અને ઓમાનમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે.
તેમણે કહ્યું હતુ, BCCI એ હોસ્ટિંગને મુદ્દે ICC સાથે વાત કરી હતી. ખૂબ વિચાર કર્યા પછી, અમે નક્કી કર્યું હતું કે ખેલાડીઓની સુરક્ષા સર્વોચ્ચ છે. તેથી જ અમે આને યુએઈ અને ઓમાનમાં શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો.
BCCI દુબઈ, અબુ ધાબી અને શારજાહમાં T20 વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ માટે, BCCI યુનાઈટેડ ક્રિકેટ બોર્ડને 1.5 મીલીયન $ (11 કરોડ રૂપિયા) અને ઓપરેશનલ ખર્ચ માટે 5.5 $ મીલીયન આપશે. બીસીસીઆઈ કુલ સાત મીલીયન ડોલર એટલે કે 52 કરોડ આપશે. ઇસીબીનું કામ મેચ દરમિયાન જરૂરી તમામ વસ્તુઓ પૂરી પાડવાનું રહેશે. BCCI એ ECB ને તેની ટિકિટ વેચવાના અધિકાર આપ્યા છે, આમાંથી કમાણી પણ ECB રાખશે.
Published On - 10:09 pm, Wed, 6 October 21