BCCI Pension Scheme: પૂર્વ ક્રિકેટરોના પેન્શનમાં થયો વધારો, વાંચો શું કહે છે BCCI નો જુનો અને નવો સ્લેબ

Cricket : BCCI એ ભૂતપૂર્વ ક્રિકેટરો અને ભૂતપૂર્વ અમ્પાયરોના માસિક પેન્શન (BCCI Pention) માં નોંધપાત્ર વધારો કર્યો છે. બોર્ડની આ જાહેરાત બાદ ક્રિકેટરોએ ખુશી વ્યક્ત કરી છે.

BCCI Pension Scheme: પૂર્વ ક્રિકેટરોના પેન્શનમાં થયો વધારો, વાંચો શું કહે છે BCCI નો જુનો અને નવો સ્લેબ
Mohammed Kaif and BCCI
| Edited By: | Updated on: Jun 15, 2022 | 12:24 PM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સોમવારે ભૂતપૂર્વ ક્રિકેટરો અને ભૂતપૂર્વ અમ્પાયરોના માસિક પેન્શન (Monthly Pension) માં વધારો કરવાની જાહેરાત કરી છે. BCCI ના આ નિર્ણયથી પૂર્વ ક્રિકેટરોમાં ખુશીની લહેર જોવા મળી હતી. પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ (Mohammed Kaif) અને લેગ સ્પિનર ​​અમિત મિશ્રા (Amit Mishra) એ BCCI ની આ જાહેરાતને આવકારી છે.

ભારતના પુર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે ટ્વિટર પર લખ્યું, ‘બીસીસીઆઈનો આભાર. આનો અર્થ નિવૃત્ત ખેલાડીઓ માટે ઘણો મોટો છે. પેન્શન મળવાથી મારા પિતા મોહમ્મદ તારીફ હંમેશા ખુશ રહે છે. પૈસા સુરક્ષા આપે છે, ઓળખ તમને ગૌરવ આપે છે. મારા પિતાએ 60 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 3000 જેટલા રન બનાવ્યા છે. જેમાં 5 સદી સામેલ છે. તેમના યોગદાનને યાદ કરીને BCCI એ મોટું દિલ બતાવ્યું છે.’

 


ભારતના ક્રિકેટર અમિત મિશ્રા (Amit Mishra) એ પણ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ એક અદ્ભુત નિર્ણય છે અને અન્ય ઘણા બોર્ડ પણ તેનું પાલન કરશે. અમિત મિશ્રાએ લખ્યું, ‘વાહ, બીસીસીઆઈ અને જય શાહનો મહત્વનો નિર્ણય. ઘણા વિદેશી બોર્ડ ટૂંક સમયમાં અનુસરશે તે નિર્ણય.

 

આ છે પેન્શનનો જુનો અને નવો સ્લેબ

2003 પહેલા ફર્સ્ટ ક્લાસમાંથી નિવૃત્ત થયેલા ક્રિકેટરો જેઓ 50-74 મેચ રમ્યા હતા તેમને પહેલા 15,000 રૂપિયા પેન્શન મળતું હતું. પરંતુ હવે તેમને સંશોધિત પેન્શન હેઠળ 30 હજાર રૂપિયા મળશે. જે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરોએ 75 કે તેથી વધુ મેચ રમી છે અને 2003 પહેલા નિવૃત્તિ લીધી છે તેમની પેન્શનની રકમ 22,500 થી વધારીને 45,000 હજાર રૂપિયા કરવામાં આવી છે.

વર્ષ 2015માં BCCI એ કહ્યું હતું કે, 31 ડિસેમ્બર 1993 પહેલા નિવૃત્તિ લેનારા અને 25થી વધુ મેચ રમનારા તમામ ટેસ્ટ ક્રિકેટરોને દર મહિને 50,000 આપવામાં આવશે. પરંતુ નવી પોલિસી હેઠળ હવે આ રકમ વધારીને 70,000 રૂપિયા પ્રતિ માસ કરી દેવામાં આવી છે. તો 25થી ઓછી ટેસ્ટ રમનારા ક્રિકેટરોને 37,500 રૂપિયા મળતા હતા. જે હવે વધીને 60,000 રૂપિયા થઈ ગયા છે.

જે મહિલા ક્રિકેટરો 5-9 ટેસ્ટ રમી છે તેમની પેન્શનની રકમ હવે 15,000 રૂપિયાથી વધીને 30,000 રૂપિયા થઈ ગઈ છે. 10 કે તેથી વધુ ટેસ્ટ રમી ચૂકેલી મહિલા ક્રિકેટરને હવે 22,500 ના બદલે 45 હજાર રૂપિયા ચૂકવવામાં આવશે.

Published On - 11:58 am, Wed, 15 June 22