
25 જૂનનો દિવસ ભારતીય ક્રિકેટ માટે ખુબ ખાસ છે, આ દિવસે ભારતે એક નવો ઈતિહાસ રચી દુનિયાની ચોંકાવી દીધી હતી. 25 જૂન 1983ના લોર્ડસના મેદાનમાં ટીમ ઈન્ડિયાને હરાવી વર્લ્ડકપનો ખિતાબ પોતાને નામ કર્યો હતો. કપિલ દેવની આગેવાનીમાં ભારતીય ટીમે આજે 40 વર્ષ પહેલા 2 વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટઈન્ડિઝને હરાવી ઈંગ્લેન્ડમાં તિંરગો ફરકાવ્યો હતો.
આ પહેલા વેસ્ટઈન્ડિઝની ટીમ સતત 2 વખત વર્લ્ડકપનો ખિતાબ જીતી ચૂકી હતી, પરંતુ ત્રીજી વખત, કેરેબિયન ટીમ ભારતીય પડકારનો સામનો કરી શકી નહીં. આ સમયગાળા દરમિયાન ભારતીય ટીમને મળતો પગાર જાણીને દરેકને આશ્ચર્ય થશે. કપિલ દેવ અને તેમની ટીમને તે સમયે ક્રિકેટરને રમવા માટે મળતી મેચ ફી કરતાં 400 ગણી ઓછી મેચ ફી મળી.
️ #OnThisDay in 1983
A historic day & a landmark moment for Indian cricket #TeamIndia, led by @therealkapildev, clinched the World Cup title. pic.twitter.com/MQrBU4oUF1
— BCCI (@BCCI) June 25, 2023
1983માં ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ભારતીય ટીમના પ્રત્યેક ખેલાડીને એક મેચ રમવા માટે માત્ર 1500 રુપિયા મળતા હતા. આ સિવાય તેમને 200 રુપિયા રોજનું અલાઉન્સ મળતું હતુ. જ્યારે હાલમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એક ક્રિકેટરને ODI મેચ રમવા માટે 6 લાખ રૂપિયા ચૂકવે છે, જ્યારે તેમનો પગાર અલગ છે. તેમ છતાં, કપિલ દેવના નેતૃત્વમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડની ધરતી પર ઇતિહાસ રચ્યો હતો.
ભારતીય ટીમ જ્યારે 1983માં વર્લ્ડકપ રમવા ઈંગ્લેન્ડ ગઈ હતી તો કોઈને વિશ્વાસ ન હતો કે, ટીમ ઈન્ડિયા આ વખતે વર્લ્ડ ચેમ્પિયન બની પરત ફરશે. લોકોને એવું હતુ કે, તે પ્રવાસ પર ગઈ છે પરંતુ કપિલ દેવની આગેવાનીમાં જે રીતે ટીમે પ્રદર્શન કર્યું તેને જોઈ લોકો ચોંકી ગયા હતા. બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર 1983ના વર્લ્ડકપનો એક ફોટો શેર કર્યો છે.આજે કપિલ દેવ કોમેન્ટ્રી કરતા જોવા મળે છે.