અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થયું U19 મહિલા ચેમ્પિયન ટીમનું સન્માન, પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર પણ રહ્યો હાજર

|

Feb 01, 2023 | 10:04 PM

Ahmedabad : આ મેચ માટે માત્ર ભારત અને ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ જ નહીં પણ ક્રિકેટના ભગવાન માનવામાં આવતા સચિન તેંડુલકર અને U19 મહિલા ચેમ્પિયન ટીમ પણ અમદાવાદ પહોંચી છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થયું U19 મહિલા ચેમ્પિયન ટીમનું સન્માન, પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર પણ રહ્યો હાજર
bcci felicitated indias U 19 womens world cup winner team
Image Credit source: twitter

Follow us on

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રોનક જોવા મળી રહી છે. ઘણા સમય બાદ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય ક્રિકેટ ટીમની મેચ રમાઈ રહી છે. આજની આ મેચ માટે અમદાવાદીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચ માટે માત્ર ભારત અને ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ જ નહીં પણ ક્રિકેટના ભગવાન માનવામાં આવતા સચિન તેંડુલકર અને U19 મહિલા ચેમ્પિયન ટીમ પણ અમદાવાદ પહોંચી છે.

જણાવી દઈએ કે ઈતિહાસમાં પ્રથમ વાર અંડર 19 મહિલા ટીમો વચ્ચે ટી-20 વર્લ્ડ કપ રમાયો હતો. આ વર્લ્ડ કપ સાઉથ આફ્રિકામાં રમાઈ હતી. આ પ્રથમ ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય અંડર 19 મહિલા ક્રિકેટ ટીમ ચેમ્પિયન બની ઈતિહાસ રચ્યો હતો. તેના કારણે જ આજે બીસીસીઆઈ દ્વારા U19 મહિલા ચેમ્પિયન ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે સચિન તેંડુલકર પણ હાજર રહ્યાં હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અમદાવાદમાં સચિન તેંડુલકર

 


 

 

ગુજ્જુ કેપ્ટન હાર્દિક પંડ્યાએ જીત્યો ટોસ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમનુ સુકાન સંભાળી રહેલા હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. 3 ટી20 મેચોની સિરીઝ 1-1 થી બરાબરી પર છે. આમ અમદાવાદની મેચ સિરીઝની નિર્ણાયક મેચ છે.

અમદાવાદમાં જે ટીમ જીત મેળવશે એ પોતાના હાથમાં સિરીઝ વિજેતાની ટ્રોફી ઉઠાવશે. હાર્દિક પંડ્યા માટે અમદાવાદમાં રમાઈ રહેલી મેચ ઘર આંગણે રમાનારી મેચ છે, તો ભારત માટે ઘર આંગણે મેચ જીતવી જરુરી છે. ભારતીય ટીમે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો છે. જ્યારે પૃથ્વી શોને માટે સિરીઝ બેન્ચ પર જ બેસીને પસાર થઈ છે.

હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનુ સુકાન વર્તમાન સિરીઝમાં સંભાળી રહ્યો છે. હાર્દિક માટે સિરીઝમાં જીત ભવિષ્યને ધ્યાનમાં રાખી જરુરી છે. ન્યુઝીલેન્ડ માટે ટીમ ઈન્ડિયાને ભારતમાં હરાવવુ મુશ્કેલ છે. અત્યાર સુધીમાં ક્યારેય કિવી ટીમ 3 મેચોની ટી20 સિરીઝ જીતી શક્યુ નથી.

ચહલ બહાર, ઉમરાનને મોકો

 


લખનૌમાં શાનદાર સ્પિન બોલિંગ કરનારા યુઝવેન્દ્ર ચહલને અમદાવાદ માટેની મેચમાંથી બહાર કરવામાં આવ્યો છે. ચહલના સ્થાને ઝડપી બોલર ઉમરાન મલિકને સ્થાન આપવામાં આવ્યુ છે. ઉમરાનને લખનૌમાં બહાર રાખવામાં આવ્યો હતો. ચહલે લખનૌમાં એક મેડન સહિત 2 ઓવર કરીને માત્ર 4 રન ગુમાવ્યા હતા.

ભારત અને ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન

ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, શિવમ માવી, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક.

ન્યુઝીલેન્ડ: મિશેલ સેન્ટનર (કેપ્ટન), ડેવોન કોનવે, ફિન એલન, ડેરીલ મિશેલ, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર, બેન લિસ્ટર.

Published On - 7:33 pm, Wed, 1 February 23

Next Article