મહિલા IPLની પ્રથમ સિઝન, 2 સ્થળોએ 5 ટીમ વચ્ચે રમાશે 20 લીગ મેચ, જાણો સમગ્ર વિગત

|

Oct 13, 2022 | 4:08 PM

અહેવાલ મુજબ મહિલા IPL આવતા વર્ષે શરૂ થશે. માર્ચ મહિનામાં પ્રથમ સિઝન શરૂ થઈ શકે છે.મહિલા આઈપીએલની પ્રથમ સીઝન આગામી વર્ષે માર્ચ મહિનાથી શરુ થનારી છે.

મહિલા IPLની પ્રથમ સિઝન, 2 સ્થળોએ 5 ટીમ વચ્ચે રમાશે 20 લીગ મેચ, જાણો સમગ્ર વિગત
મહિલા IPLની પ્રથમ સિઝન 5 ટીમો, 20 લીગ મેચો, બે સ્થળોએ શરૂ થશે
Image Credit source: Twitter

Follow us on

Women IPL : જ્યારથી મહિલા ટી20 (Women’s T20 Challenge) શરુ થઈ ત્યારથી સતત મહિલા આઈપીએલની સીઝનની ડિમાંડ થઈ રહી છે. બીસીસીઆઈએ આ વર્ષે ચાહકોને સારા સમાચાર આપતા જણાવ્યું કે, મહિલા આઈપીએલનો રોડ મેપ સંપુર્ણ તૈયાર થઈ ચૂક્યો છે અને આગામી વર્ષે શરુઆત થઈ શકે છે. મહિલા આઈપીએલ (Women IPL) ને લઈ કેટલાક અપટેડ સામે આવ્યા છે, જેમાં ટીમ વેન્યુ અને મેચને લઈ જાણકારી આપવામાં આવી છે.

આઈપીએલમાં 5 ટીમો રમશે

મીડિયા રિપોર્ટસની વાત માનીએ તો મહિલા આઈપીએલની પ્રથમ સીઝન આગામી વર્ષે માર્ચ મહિનાથી શરુ થનારી છે. પ્રથમ સીઝનમાં 5 ટીમોનો સમાવેશ કરવામાં આવશે. આ ટીમોની કઈ રીતે પસંદગી કરવાની છે તેને લઈ નિર્ણય લેવામાં આવી શકે છે બોર્ડની પાસે પ્રથમ વિકલ્પ એ છે કે, ઝોનના હિસાબે ટીમને વહેચવામાં આવી શકે છે (નોર્થ, સાઉથ, સેન્ટ્રલ, ઈસ્ટ અને વેસ્ટ) અથવા તો પછી આઈપીએલની જેમ શહેરો મુજબ (ચેન્નઈ, દિલ્હી, મુંબઈ, બેંગ્લુરુ અને કોલકતા) ની ટીમ બનાવવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

 

માત્ર 2 વેન્યુ પર રમાશે મેચ

5 ટીમો માટે માત્ર 2 વેન્યુ નક્કી કરવામાં આવ્યા છે. પ્રથમ વેન્યુ પર તમામ ટીમ મેચ રમશે અને ફરી એક સાથે બીજા વેન્યુ પર પહોંચશે. 2024ની સીઝન બે અલગ-અલગ ટીમોના મેદાન પર હશે, જ્યારે 2024માં બાકીની ટીમ મેદાનમાં હશે અને 2023માં એક ટીમના મેદાનમાં હશે.

લીગ રાઉન્ડમાં રમાશે 20 મેચ

5 ટીમ 20 લીગ મેચ રમશે. તમામ ટીમો એક-બીજા વિરુદ્ધ માત્ર 2-2 મેચ રમશે.જે પણ ટીમ ટોપ પર રહેશે તે સીધી ફાઈનલ માટે ક્વોલિફાય કરશે બીજા અને ત્રીજા સ્થાન પર રહેનારી ટીમ એલિમિનેટર રમશે. જ્યાં દરેક ટીમને 5 વિદેશી ખેલાડી રાખવાની પરવાનગી હશે જેમાં 4 ખેલાડી આઈસીસી કુલ મેમ્બરમાંથી હશે. જ્યાં એક ખેલાડી એસોશિએટ દેશમાંથી હશે.

બીસીસીઆઈની ટીકા થઈ રહી હતી

ગયા વર્ષે બીસીસીઆઈ મહિલા આઈપીએલને લઈને ગંભીર દેખાઈ રહી ન હતી. બોર્ડના પ્રમુખ અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે દેશમાં મહિલા ક્રિકેટરોનો પૂલ જેમ જેમ વધશે તેમ બોર્ડ મોટી અને વધુ વિસ્તૃત ટૂર્નામેન્ટો લઈને આવશે. ત્યારથી બોર્ડની ટીકા તેજ થઈ ગઈ. આના થોડા સમય બાદ આવતા વર્ષથી મહિલા IPL શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

Published On - 3:35 pm, Thu, 13 October 22

Next Article