IPL 2022: BCCI નો 4 વર્ષ બાદ મોટો નિર્ણય, Closing Ceremony નુ કરવામાં આવશે આયોજન, ટેન્ડર જારી કરાયુ

|

Apr 16, 2022 | 4:18 PM

કોરોનાના કારણે છેલ્લા 3 વર્ષથી IPL ના ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમની (Closing Ceremony) પર ગ્રહણ લાગ્યું હતું. પરંતુ આ વખતે ભારતીય ક્રિકેટ બોર્ડે ચાહકોને ડાન્સ કરવાની વધુ એક તક આપવાનું મન બનાવી લીધું છે.

IPL 2022: BCCI નો 4 વર્ષ બાદ મોટો નિર્ણય, Closing Ceremony નુ કરવામાં આવશે આયોજન, ટેન્ડર જારી કરાયુ
BCCI એ IPL ફેન્સને માટે સારા સમાચાર આપ્યા છે.

Follow us on

IPL 2022 સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે, જે ફેન્સના માટે સારા છે. BCCI એ 4 વર્ષ બાદ IPL નો સમાપન સમારોહ યોજવાનો નિર્ણય લીધો છે. કોરોનાના કારણે છેલ્લા 3 વર્ષથી IPL ના ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમની (Closing Ceremony) પર ગ્રહણ લાગ્યું હતું. પરંતુ આ વખતે ભારતીય ક્રિકેટ બોર્ડે (Board of Control for Cricket in India) ચાહકોને ડાન્સ કરવાની વધુ એક તક આપવાનું મન બનાવી લીધું છે. તેણે IPL 2022 ના સમાપન સમારોહને મંજૂરી આપી દીધી છે. BCCI આ કામ ઈવેન્ટ મેનેજિંગ કંપનીને સોંપશે, જેના માટે તેણે ટેન્ડર પણ બહાર પાડ્યું છે.

ટેન્ડર માટે દરખાસ્ત (RFP) IPL તરફથી રજૂ કરવામાં આવી છે. હરાજીમાં રસ ધરાવતી કોઈપણ કંપની એક લાખ રૂપિયા ચૂકવીને અરજી કરી શકે છે. શરતોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ચુકવણીની રકમ પરત કરવામાં આવશે નહીં.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

2018માં છેલ્લી વખત સમાપન સમારોહ યોજાયો હતો.

ભારતીય ક્રિકેટના એક વરિષ્ઠ અધિકારીએ પહેલા જ એક ઈન્ટરવ્યુમાં સમાપન સમારોહનો સંકેત આપ્યો હતો. તેણે કહ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી IPL ની ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમની કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવી છે. પરંતુ આ વખતે સમાપન સમારોહ થઈ શકે છે. IPL નો છેલ્લો સમાપન સમારોહ વર્ષ 2018માં જોવા મળ્યો હતો.

IPL 2022 ની ફાઈનલ મેચ 29 મેના રોજ અમદાવાદમાં રમાઈ શકે છે અને ભારતીય લીગનો સમાપન સમારોહ ત્યાં થઈ શકે છે. અહેવાલ છે કે BCCI આ યોજનાને લાગુ કરવામાં વ્યસ્ત છે.

કોરોનાને કારણે આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે

2018 થી IPLનો સમાપન સમારોહ થયો નથી. 2019 માં, પુલવામામાં CRPF જવાનો પર થયેલા આતંકવાદી હુમલા માટે તેમના માનમાં તે મુલતવી રાખવામાં આવ્યું હતું. અને 2020માં કોરોનાએ દસ્તક આપી. જો કે, સમય વીતવા સાથે, જ્યારે કોરોનાની લહેર શમી ગઈ છે, ત્યારે BCCIએ ફરીથી ક્લોગિંગ સેરેમની કરાવવા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે.

 

આ પણ વાંચો : IPL 2022 Orange Cap: રાહુલ ત્રિપાઠી મોટી ઈનીંગ પછી પણ ક્યાં પહોંચ્યો? જોસ બટલર હજુ પણ નંબર-1

આ પણ વાંચો : Cheteshwar Pujara: પુજારા ડેબ્યૂ મેચમાં જ રહ્યો ફ્લોપ, અડધા કલાકમાં જ બેટીંગનો ખેલ ખતમ! ફોર્મ મેળવવાનો પ્રયાસ ફરીવાર નિષ્ફળ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Published On - 4:13 pm, Sat, 16 April 22

Next Article