ક્રિકેટ મેચમાં ઉગ્ર બોલાચાલી, છોકરા-છોકરી વચ્ચે ઝપાઝપી, 6 ઘાયલ, જુઓ Video

બાંગ્લાદેશમાં એક ક્રિકેટ મેચમાં બે ટીમોના ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દ્રશ્ય જોઈને એવું લાગી રહ્યું હતું કે આ કોઈ ક્રિકેટનું મેદાન નથી પરંતુ WWEની રિંગ છે. મામલો એ હદે વધી ગયો કે ટૂર્નામેન્ટ જ રદ્દ કરવી પડી હતી. મેચમાં ઝપાઝપીમાં છ લોકો ઘાયલ પણ થયા હતા.

ક્રિકેટ મેચમાં ઉગ્ર બોલાચાલી, છોકરા-છોકરી વચ્ચે ઝપાઝપી, 6 ઘાયલ, જુઓ Video
Bangladesh Celebrity Cricket League
| Edited By: | Updated on: Sep 30, 2023 | 7:33 PM

ક્રિકેટ (Cricket)ના મેદાન પર ઘણી વાર એવી સ્થિતિ બને છે જ્યારે ખેલાડીઓ એકબીજા સાથે ઝગડો કરે છે. મેદાનમાં ઘણી વખત ઝપાઝપી (Fight) પણ થઈ જતી હોય છે. પરંતુ બાંગ્લાદેશ (Bangladesh) માં જે બન્યું છે તે આ પહેલા ક્રિકેટના મેદાન પર ભાગ્યે જ જોવા મળ્યું છે. આ દ્રશ્ય એવું છે કે જે જોશે તેને આશ્ચર્ય થશે કે શું થઈ રહ્યું છે.

બાંગ્લાદેશમાં સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં બની ઘટના

હાલમાં બાંગ્લાદેશમાં સેલિબ્રિટી ક્રિકેટ લીગ રમાઈ રહી છે અને આ લીગમાં કંઈક અકલ્પનીય બન્યું હતું. આ લીગમાં મુસ્તફા કમાલ રિયાઝ અને દિપાંકર દીપનની ટીમો વચ્ચે મેચ ચાલી રહી હતી અને આ મેચ દરમિયાન બંને ટીમના ખેલાડીઓ સામસામે આવી ગયા હતા. બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

ક્રિકેટનું મેદાન બન્યું WWE રિંગ

આ દ્રશ્ય જોઈને એવું લાગી રહ્યું હતું કે આ કોઈ ક્રિકેટનું મેદાન નથી પરંતુ WWEની રિંગ છે. મામલો એ હદે વધી ગયો કે ટૂર્નામેન્ટ જ રદ્દ કરવી પડી. આ લડાઈમાં છ લોકો ઘાયલ થયા હતા. વધુ નવાઈની વાત એ હતી કે આ લડાઈમાં છોકરા-છોકરી બંને સામેલ હતા.

લડાઈનું કારણ અમ્પાયરનો ખોટો નિર્ણય

રિપોર્ટ્સ અનુસાર આ મેચમાં લડાઈનું કારણ અમ્પાયરનો ખોટો નિર્ણય હતો. અમ્પાયરે બાઉન્ડ્રી ન આપતા આ મેચમાં ભાગ લેનાર છોકરા અને છોકરી વચ્ચે મારામારી થઈ હતી. બેટ્સમેનને આઉટ આપવા અંગે પણ હંગામો થયો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પહેલા કેટલાક ખેલાડીઓ વર્તુળમાં વાત કરી રહ્યા હતા અને પછી અચાનક કેટલાક વધુ લોકો આવી ગયા. ત્યાં સુધીમાં સ્થિતિ અફડાતફડી સુધી પહોંચી ગઈ હતી. બંને ટીમના ખેલાડીઓ મેદાનમાં આવતાની સાથે જ એકબીજાને બેટ બતાવવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે સેમિ ફાઇનલ પહેલા ટુર્નામેન્ટ રદ્દ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : IND vs ENG Warm Up Match : ગુવાહાટીમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રદ્દ, વરસાદે બગાડી મજા

વીડિયો થયો વાયરલ

ક્રિકેટના મેદાન પર આટલું ભયાનક દ્રશ્ય આ પહેલા ક્યારેય જોવા મળ્યું ન હતું. મેદાન પર ક્યારેય બંને ટીમના ખેલાડીઓ એકબીજાને મારવા માટે આટલા ઉત્સુક દેખાતા નથી. તેઓ પ્રોફેશનલ ક્રિકેટર ન હોવા છતાં બાંગ્લાદેશના સેલિબ્રિટી હતા. મેચ બાદ આ મેચનો હિસ્સો બનેલી એક છોકરીનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં યુવતી કહી રહી છે કે બેટ્સમેને ચોગ્ગો માર્યો હતો પણ ચોગ્ગો ન આપ્યો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો