Breaking News : બાંગ્લાદેશના ખેલાડીઓ ભારતીય બેટનો ઉપયોગ કરી શકશે નહી, ‘પ્રતિબંધ’ લાગ્યો

Bangladesh Cricketer's Bat : બાંગ્લાદેશના ક્રિકેટરોની સાથે ભારતની એક મોટી કંપનીએ અલગ થવાનો નિર્ણય લીધો છે. તેની સાથે પોતાના કરારને આગળ વધારવામાં કોઈ રસ જોવા મળ્યો નથી.

Breaking News : બાંગ્લાદેશના ખેલાડીઓ ભારતીય બેટનો ઉપયોગ કરી શકશે નહી,  પ્રતિબંધ  લાગ્યો
| Updated on: Jan 07, 2026 | 2:45 PM

કહેવાય છે કે, દરેક એક્શનનું રિએક્શન હોય છે. ભારત-બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે વચ્ચેના તણાવમાં પણ આ સ્પષ્ટ છે, જેની અસર અન્ય બાબતો પર પણ પડી રહી છે. બાંગ્લાદેશમાં આઈપીએલ દેખાડવા પર પ્રતિંબંધ લગાવ્યા બાદ હવે એવા સમાચાર છે કે,ભારતની અગ્રણી બેટ બનાવનારી કંપની SG દ્વારા બનાવેલા બેટનો ઉપયોગ બાંગ્લાદેશના બેટ્સમેન કરી શકશે નહીં.

ભારતીય બેટ કંપનીએ બાંગ્લાદેશના ખેલાડીઓ સાથે કરાર તોડ્યો

બાંગ્લાદેશના અનેક બેટ્સમેન અત્યારસુધી SGના બેટથી રમતા હતા. જેમાં સૌથી મોટું નામ ટી20 વર્લ્ડકપ 2026 માટે કેપ્ટન બનેલા લિટ્ટન દાસનું છે. મળતી જાણકારી મજુબ SGએ બાંગ્લાદેશના ખેલાડીઓ સાથે કિટ સ્પોન્સર સાથે જોડાયેલા કરાર પૂર્ણ કર્યા છે. ભારતીય કંપનીએ બાંગ્લાદેશના ખેલાડીઓની સાથે પોતાનો કરાર આગળ વધારવામાં કોઈ રસ દેખાડ્યો નથી.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તણાવ કેમ થયો?

ભારત અને બાંગ્લાદેશના ક્રિકેટ બોર્ડ વચ્ચે તકરાર મુસ્તફિઝુર રહમાનને લઈ થઈ છે. બીસીસીઆઈએ મુસ્તફિઝુરને આઈપીએલમાંથી બહાર કર્યો છે. બાંગ્લાદેશના રમત મંત્રાલય અને ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકકર થઈ હતી. ત્યારબાદ રમત મંત્રાલયના નિર્દેશ પર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આઈસીસીને ઈમેલ કરી ટી20 વર્લ્ડકપ 2026ની મેચનું વેન્યુ બદલવાની માંગ કરી હતી. આ વચ્ચે બાંગ્લાદેશમાં આઈપીએલના પ્રસારણ પર પણ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય સામે આવ્યો છે.

આઈસીસીએ બીસીબીની માંગણી ફગાવી

જ્યાં સુધી બાંગ્લાદેશના ટી20 વર્લ્ડકપની મેચના વેન્યુને ભારતમાંથી શ્રીલંકામાં શિફ્ટ કરવાની વાત આવે તો આ વિશે આઈસીસીએ ચોખ્ખી ના પાડી છે. રિપોર્ટ મુજબ તેમણે બાંગ્લાદેશને કહ્યું કે. નક્કી કરેલા શેડ્યુલ મુજબ જ મેચ રમવી પડશે. મતલબ કે, બાંગ્લાદેશને ટી20 વર્લ્ડકપ 2026ની ગ્રુપ મેચ ભારતમાં જ રમવી પડશે. બાંગ્લાદેશની ગ્રુપ સ્ટેજ મેચ કોલકાતા અને મુંબઈમાં રમાશે.

બાંગ્લાદેશ એ દક્ષિણ એશિયામાં આવેલ એક દેશ છે. બાગ્લાદેશની ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ સરહદો ભારત સાથે અને દક્ષિણ પૂર્વ સરહદ મ્યાનમાર સાથે જોડાયેલી છે. અહી ક્લિક કરો