શુક્રવારે સાંજે ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માતે સૌને હચમચાવી મુક્યા છે. બે સુપર ફાસ્ટ ટ્રેન અને એક માલગાડી વચ્ચે બાલાસોરમાં અકસ્માત થયો હતો. જેમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા છે. બાલાસોરમાં કોરોમંડલ એક્સપ્રેસ, બેંગ્લુરુ હાવરા સુપર ફાસ્ટ એક્સપ્રેસ અને એક માલગાડી વચ્ચે આ ટક્કર થઈ હતી. શુક્રવાર સાંજે થયેલી આ ટક્કરમાં 1 હજાર કરતા વધારે મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાના સમાચારથી સૌ કોઈ દુઃખી થઈ ચુક્યા છે. આ દરમિયાન ભારતીય પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે પિડીતોની મદદ માટે એલાન કર્યુ છે.
બાલાસોર અકસ્માત બાદ રેલપ્રધાનની હાજરીમાં રાહત અને રેલ સેવા પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યા છે. ઈજાગ્રસ્તોની સારવાર માટે પૂરી કાળજી લેવાઈ રહી છે. આ દરમિયાન ભારતીય ટીમના વિસ્ફોટક પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગે મદદ માટે એલાન કર્યુ છે. સહેવાગનુ આ એલાન દિલ જીતી લેનારુ છે. સહેવાગે પિડીત પરિવારોના બાળકોને પોતાની શાળામાં ફ્રિ શિક્ષણ આપવા માટે એલાન કર્યુ છે.
બાલાસોર ટ્રેન અકસ્માતમાં જીવ ગુમાવનારા અનેક પરિવારો ખતમ થઈ ચૂક્યા છે. ઘટનામાં કેટલાક પરિવારોના બાળકો અનાથ થઈ ચુક્યા છે. આવી વિકટ સ્થિતીમાં પૂર્વ ઓપનરે અકસ્માતમાં માતા-પિતાને ગુમાવનારા બાળકોના શિક્ષણની જવાબદારી પોતે ઉઠાવવાની ઈચ્છા દર્શાવી છે. સહેવાગે આ અંગે એક ટ્વીટ કરીને બતાવ્યુ હતુ કે, દુઃખની આ ઘડીમાં તેઓ મદદ કરવા માટે આ ઓછામાં ઓછું આટલુ તો કરી શકે છે. આ માટે ‘વીરુ’ એ હરિયાણા સ્થિત તેની ‘સેહવાગ ઈન્ટરનેશનલ સ્કૂલ’ માં બોર્ડિંગ સુવિધા હેઠળ શિક્ષણ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
Also salute all the brave men and women who have been at the forefront of the rescue operations and the medical team and volunteers who have been voluntarily donating blood . We are together in this 🙏🏼
— Virender Sehwag (@virendersehwag) June 4, 2023
સહેવાગે અકસ્માતન દરમિયાન મદદ માટે પહોંચેલા લોકોને સલામ કરી હતી. અકસ્માતમાં પિડીતોને બહાર નિકાળવા અને હોસ્પિટલ સારવાર માટે પહોંચાડવા તેમજ લોહી આપવા જેવી મહત્વની મદદ પૂરી પાડનારા લોકોને વિરુએ સલામ કરી હતી.
અકસ્માતની ઘટનામાં અનાથ થયેલા બાળકોના શિક્ષણ માટે અગાઉ ગૌતમ અદાણીએ પણ બાળકોના શિક્ષણને લઈ મદદનુ એલાન કર્યુ હતુ. ગૌતમ અદાણીએ રવિવારે એક ટ્વીટ કરીને આ અંગેનુ એલાન કર્યુ હતુ અને બતાવ્યુ હતુ કે, અકસ્માતમાં જીવ ગુમાવનારા માતા-પિતાના બાળકાના શિક્ષણનો ભાર અદાણી સમૂહ ઉઠાવશે.
उड़ीसा की रेल दुर्घटना से हम सभी बेहद व्यथित हैं।
हमने फैसला लिया है कि जिन मासूमों ने इस हादसे में अपने अभिभावकों को खोया है उनकी स्कूली शिक्षा की जिम्मेदारी अडाणी समूह उठाएगा।
पीड़ितों एवं उनके परिजनों को संबल और बच्चों को बेहतर कल मिले यह हम सभी की संयुक्त जिम्मेदारी है।
— Gautam Adani (@gautam_adani) June 4, 2023
ઘટના બાદ અનેક લોકો મદદ માટે આગળ આવ્યા હતા. કોઈ બ્લડ આપવા માટે આગળ આવ્યુ હતુ તો, કોઈ ઈજાગ્રસ્તોની સારવાર માટે ખડેપગે ઉભા રહ્યા હતા. અકસ્માતને લઈ મદદ કરવા માટે અનેક લોકો દિવસ રાતની પરવા વિના આગળ આવીને ઉભા રહ્યા હતા.
આ પણ વાંચોઃ WTC Final મેચ ડ્રો જવાની સ્થિતીમાં કોણ બનશે ચેમ્પિયન? ભારત કે ઓસ્ટ્રેલિયા, જાણો શુ છે નિયમ
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
Published On - 8:50 am, Mon, 5 June 23