ICC T20 Rankings: બાબર આઝમે મલાનને પછાડી રેકિંગમાં પણ માર્યુ મેદાન, રોહિત શર્માને પણ થયો ફાયદો

|

Nov 03, 2021 | 4:14 PM

બાબર આઝમ (Babar Azam) અત્યારે શાનદાર ફોર્મમાં છે. તેણે ભારત સામે ફિફ્ટી ફટકારી હતી. આ પછી તેણે અફઘાનિસ્તાન અને નામિબિયા સામે પણ અડધી સદી ફટકારી હતી.

ICC T20 Rankings: બાબર આઝમે મલાનને પછાડી રેકિંગમાં પણ માર્યુ મેદાન, રોહિત શર્માને પણ થયો ફાયદો
Babar Azam

Follow us on

પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket Team) અને તેના ખેલાડીઓ માટે સતત સારા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમે ICC T20 વર્લ્ડ કપ-2021 (ICC T20 World Cup) માં પાકિસ્તાનની ટીમ પાસેથી અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું. પાકિસ્તાને મંગળવારે રાત્રે જ નામિબિયાને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું અને આ વર્લ્ડ કપમાં અંતિમ-4માં પહોંચનારી પ્રથમ ટીમ બની હતી.

આખા પાકિસ્તાન માટે આ એક સારા સમાચાર હતા અને હવે વધુ એક મોટા સમાચાર આવ્યા છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે (Babar Azam) T20 બેટ્સમેનોની રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેણે ઈંગ્લેન્ડના ડેવિડ મલાન (David Malan) ને આ જગ્યાએથી હટાવી દીધો છે.

બાબરે ચાલી રહેલા T20 વર્લ્ડ કપ-2021માં સતત બે અડધી સદી ફટકારી હતી અને આનો તેને ફાયદો થયો છે. બાબરે અફઘાનિસ્તાન સામે 51 રન બનાવ્યા અને પછી નામિબિયા સામે 70 રન બનાવ્યા. તેણે ભારત સામે રમાયેલી મેચમાં અડધી સદી પણ ફટકારી હતી. બાબરે 28 જાન્યુઆરી 2018ના રોજ T20માં પ્રથમ વખત નંબર-1નું સ્થાન હાંસલ કર્યું હતું. જો કે, તે હાલમાં વનડેમાં પણ નંબર-1 બેટ્સમેન છે. બાબરના 834 પોઈન્ટ છે અને મલાન તેના કરતા 36 પોઈન્ટ પાછળ છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

રોહિત શર્માને ફાયદો થયો

 

તાજેતરની રેન્કિંગમાં ભારતના ઓપનર રોહિત શર્માને પણ ફાયદો થયો છે. તે 23મા સ્થાને આવી ગયો છે. પાકિસ્તાન સિવાય ઈંગ્લેન્ડ પણ એવી ટીમ રહી છે જેનું પ્રદર્શન આ વર્લ્ડ કપમાં શાનદાર રહ્યું છે. તેની અસર રેન્કિંગમાં પણ જોવા મળી છે. જોસ બટલર અને જેસન રોયને લેટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. બટલર આઠ સ્થાન આગળ વધીને કારકિર્દીના સર્વશ્રેષ્ઠ નવમા સ્થાને પહોંચ્યો છે. તેણે શ્રીલંકા સામે તાજેતરની વર્લ્ડ કપ મેચમાં સદી ફટકારી હતી, જે તેની T20ની પ્રથમ સદી હતી. તેણે વેસ્ટ ઈન્ડિઝના એવિન લુઈસને નવમા સ્થાનેથી હટાવી દીધો છે. તે હવે નવમા સ્થાને છે. આ સાથે જ રોય પાંચ સ્થાન આગળ વધીને 14મા સ્થાને પહોંચી ગયો છે.

એરોન ફિન્ચને પણ ફાયદો

આ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચને પણ ફાયદો થયો છે. તે ત્રણ સ્થાન આગળ વધીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. દક્ષિણ આફ્રિકાના એડન મકરમને ત્રણ સ્થાનનું નુકસાન થયું છે. તે ફિન્ચના જૂના સ્થાને છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. મોહમ્મદ રિઝવાન ચોથા, વિરાટ કોહલી પાંચમા, ન્યુઝીલેન્ડનો ડેવોન કોનવે સાતમા સ્થાને છે. આ સાથે જ કેએલ રાહુલ પણ આઠમા સ્થાને યથાવત છે.

 

આ પણ વાંચોઃ T20 World Cup: પાકિસ્તાને સેમી ફાઈનલમાં, ગ્રુપ-2 માંથી બીજા સ્થાન માટે ટીમ ઇન્ડિયા સહિત બાકીની ટીમોની કેવી છે સ્થિતી, જાણો

આ પણ વાંચોઃ T20 World Cup 2021: ટીમ ઇન્ડિયા સામે હવે અફઘાનિસ્તાન પણ જીતના સપના જોવા લાગ્યુ, સેમિફાઇનલની સરળ ‘તક’ છે અફઘાન પાસે

Published On - 4:12 pm, Wed, 3 November 21

Next Article