Cricket: પાકિસ્તાની મૂળનો ઇંગ્લેન્ડનો ક્રિકેટર 17 વર્ષી કિશોરીને ગંદા મેસેજ મોકલતો હતો, ટિમ પેન બાદ વધુ એક ક્રિકેટરનુ કરતૂત ખૂલ્યુ

ખેલાડી પર કિશોરી ને અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ છે. ઘટના 6 વર્ષ જૂની હોવાનું કહેવાય છે. થોડા દિવસો પહેલા ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના કેપ્ટને પણ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

Cricket: પાકિસ્તાની મૂળનો ઇંગ્લેન્ડનો ક્રિકેટર 17 વર્ષી કિશોરીને ગંદા મેસેજ મોકલતો હતો, ટિમ પેન બાદ વધુ એક ક્રિકેટરનુ કરતૂત ખૂલ્યુ
Azeem Rafiq
| Edited By: | Updated on: Nov 21, 2021 | 10:06 AM

ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્લબ યોર્કશાયર (Yorkshire) ના ભૂતપૂર્વ સ્પિનર ​​અઝીમ રફીક (Azeem Rafiq) હાલમાં જ જાતિવાદના મુદ્દાને લઈને ચર્ચામાં હતો. પરંતુ, તે વિવાદની ગરમી હજુ શમી નતી કે હવે તેનું નામ ટિમ પેન (Tim Paine) જેવા જ કૃત્ય માટે ચર્ચામાં છે. અઝીમ રફીક ઉપર કિશોર વયની છોકરીને અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ છે.

ઘટના 6 વર્ષ જૂની હોવાનું કહેવાય છે. થોડા દિવસ પહેલા ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના કેપ્ટને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું કારણ કે તેના પર બે વર્ષ પહેલા એક છોકરીને અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ લાગ્યો હતો. અઝીમ રફીકે જે યુવતીને અશ્લીલ મેસેજ મોકલ્યા તેનું નામ ગાયત્રી અજીત જણાવવામાં આવી રહ્યું છે. જ્યારે તે અઝીમને પહેલીવાર મળી ત્યારે તે માત્ર 17 વર્ષની હતી.

રિપોર્ટ અનુસાર, તેણીએ જણાવ્યું કે, “તે અઝીમ રફીકને માન્ચેસ્ટરથી દુબઈની ફ્લાઈટમાં પ્રથમ વખત મળી હતી. તે મુલાકાતના 3 મહિના પછી એટલે કે ડિસેમ્બર 2015 માં, અઝીમે તેને અશ્લીલ મેસેજ મોકલવાનું શરૂ કર્યું. રફીકે તેને દુબઈમાં ડિનર માટે પણ આમંત્રણ આપ્યું હતું.

 

યુવતીએ યોર્કશાયર સામેના રફીકના આરોપો પર પણ સવાલો ઉઠાવ્યા

જે યુવતીએએ રફીક પર આ આરોપો લગાવ્યા છે તે હવે 22 વર્ષની છે અને તે યોર્કશાયરમાં રહે છે. તેણે યોર્કશાયર પર રફીકના આરોપો પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેણીએ કહ્યું, હું જાતિવાદના આરોપોને નકારી રહી નથી, તે થયું હોવું જોઈએ. પણ તેણે જે કહ્યું છે તેમાંથી અમુક મને યોગ્ય લાગતું નથી.

તેણે કહ્યું, જો તેને તેની ટીમના સાથી દ્વારા દારૂ પીવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, તો તે કેવી રીતે ફ્લાઇટમાં એક કિશોરીને પોતાની સાથે દારૂ પીવા માટે પ્રોત્સાહિત કરી રહ્યો હતો. તે સમાનતા અને સન્માનની વાત કરે છે. પરંતુ સ્ત્રીઓ પ્રત્યેનું આ સન્માન ક્યાં ખોવાઈ જાય છે. તેમનું સમગ્ર વલણ મારી સમજની બહાર છે.

પાકિસ્તાનમાં જન્મેલા ક્રિકેટરે બ્રિટિશ કોર્ટમાં કહ્યું છે, કે તેને ખાતરી છે કે જાતિવાદના કલંકના કારણે તેની કારકિર્દી બરબાદ થઈ ગઈ છે. ઓફ-સ્પિનર ​​રફીકે વર્ષ 2008માં યોર્કશાયર માટે ટી20 મેચમાં ડેબ્યૂ કર્યું હતું અને નવેમ્બર 2018માં ફર્સ્ટ ક્લાસ મેચ તરીકે છેલ્લી મેચ રમી હતી.

 

આ પણ વાંચોઃ IPL 2022: જય શાહે કહ્યુ 10 ટીમો સાથે IPL ની આગામી સિઝન ભારતમાં જ રમાશે, ટૂંક સમયમાં મેગા ઓકશન

 

આ પણ વાંચોઃ  Peng Shuai: ટેનિસ સ્ટાર પેંગ શુઆઇ ગૂમ થવાને લઇને WTA નો રોષ ભડક્યો, ચીનને આપેલ ટૂર્નામેન્ટ્સ પાછી ખેંચી લેવાની આપી ચીમકી

 

Published On - 9:59 am, Sun, 21 November 21