મહિલા વર્લ્ડ કપ (Women’s World Cup 2022) ની શરૂઆત 4 માર્ચથી થઇ રહી છે. ન્યુઝીલેન્ડમાં થનાર આ ટુર્નામેન્ટથી પહેલા તમામ ટીમો અત્યારે વોર્મઅપ મેચ રમી રહી છે. ઓસ્ટ્રેલિયા ટીમ પણ ટુર્નામેન્ટથી પહેલા પોતાની તાકાત અજમાવી રહ્યું છે. જોકે વોર્મ અપ મેચમાં ટીમની એક ખેલાડી સાથે એવી ઘટના બની કે તેની પોતાની ટીમના ખેલાડીઓ જ તેની મજાક ઉડાવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા ટીમની નિકોલા કૈરી (Nicola Carey) સાથે આ ઘટના બની હતી. નિકોલા કૈરી વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચમાં ટોયલેટમાં પુરાઇ ગઇ હતી. નિકોલા કૈરી 20 મિનિટ સુધી ટોયલેટમાં પુરાઈ ગઇ હતી. નિકોલા કઇ રીતે ટોયલેટમાં પુરાઇ ગઇ તેનો ખુલાસો ખુદ તેણે એક વીડિયોમાં કર્યો હતો.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ નિકોલા કૈરીનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં આ ખેલાડીઓ જણાવ્યું કે કઇ રીતે તે ટોયલેટમાં ફસાઈ ગઇ હતી. નિકોલા કૈરીએ કહ્યું, “મારે મેદાન પર જવાનું હતું અને હું તેની પહેલા ટોયલેટમાં ગઇ હતી. દરવાજો બંધ કર્યો અને ત્યારબાદ હું બહાર જ નિકળી શકી ન હતી.”
ક્રિકેટ વર્લ્ડ કપની બોસ એંડ્રિયા નેલસને ન્યુઝીલેન્ડની વેબસાઇટને જાણકારી આપી કે ટોયલેટનો દરવાજો જામ થઇ ગયો હતો. મારે ઓસ્ટ્રેલિયાના ટીમ મેનેજરની મદદ લેવી પડી હતી. નિકોલા કૈરીને ટોયલેટમાંથી બહાર કાઢવા માટે લગભગ 20 મિનિટ જેટલો સમય લાગ્યો હતો.
Nic Carey got stuck (literally) in a less than ideal spot during yesterday’s warm-up!
Ash Gardner has the details from Christchurch 🥶🤣 pic.twitter.com/wi7XhdnHZu
— Australian Women’s Cricket Team 🏏 (@AusWomenCricket) February 28, 2022
સારી વાત એ છે કે નિકોલા વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચ પહેલા બહાર આવી ગઇ હતી. મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડિઝને 90 રનથી હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 7 વિકેટના ભોગે 259 રન કર્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ 169 રન જ કરી શકી હતી. નિકોલા કૈરની વાત કરીએ તો તેણે આ મેચમાં 7 ઓવરમાં માત્ર 19 રન આપ્યા હતા અને 5 રન કર્યા હતા.
મંગળવારે ન્યુઝીલેન્ડે વોર્મઅપ મેચમાં ઓસ્ટ્રેલિયાને કારમી હાર આપી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલી બેટિંગ કરતા 321 રન બનાવ્યા હતા. પણ ન્યુઝીલેન્ડે જીતનો લક્ષ્યાંક માત્ર 1 વિકેટના ભોગે 43.1 ઓવરમાં મેળવી લીધો હતો. સોફી ડિવાઇનની સદીની મદદથી ન્યુઝીલેન્ડે જીત મેળવી.
આ પણ વાંચો : IPL 2022: દિલ્હી કેપિટલ્સે સુકાની પદથી હટાવવા પર શ્રેયસ અય્યરે મૌન તોડ્યુ, કહી મહત્વની વાત
આ પણ વાંચો : રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા અને સાસુને જામનગર કોર્ટનું વોરંટ